Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

હનીટ્રેપ : વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવીને મહિલાએ રૂ. ૨.૬૫ લાખ લૂંટી લીધા

અમદાવાદ,તા.૨૫

વોટ્‌સએપમાં વાતચીત શરૃ કરી મહિલાએ કહ્યું કે, મારો પતિ મને બરોબર રાખતો નથી, મારો પતિ દારૃડિયો છે કંઇ કમાતો નથી હું તમારી સાથે રૂબરૂ મળીને વાત કરવા માંગુ છુ. 

શહેરના અસલાલીમાં મહિલાએ તેના ત્રણ સાગરીતો સાથે મળીને વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવીને અપહરણ કરીને માર મારીને છરી બતાવી રૂ. ૨.૬૫ લાખની મતા લૂંટી લીધી હતી. મારી પત્નીને લઇ ક્યાં ફરે છે કહી વિડીયો બનાવી પુત્રને મોકલીને રૂપિયાની ખંડણી માંગી હતી. વૃદ્ધે બુમાબુમ કરતા આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. આ બનાવ અંગે અસલાલી પોલીસે ચારેય સામે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

બાવળા નજીક રહેતા ૭૧ વર્ષના વૃધ્ધે અસલાલી પોલીસ સ્ટેશનમાં એક મહિલા સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે, અઠવાડિયા પહેલા અજાણ્યા નંબર પરથી મિસકોલ આવ્યો હતો. જેથી વૃધ્ધે ફોન કરતા મહિલાએ પોતાનું નામ પ્રિયંકા આપ્યું હતું. ત્યારબાદ વોટ્‌સએપમાં વાતચીત શરૃ કરી હતી. બાદમાં મહિલાએ કહ્યું કે, મારો પતિ મને બરોબર રાખતો નથી, મારો પતિ દારૃડિયો છે કંઇ કમાતો નથી હું તમારી સાથે રૂબરૂ મળીને વાત કરવા માંગુ છુ.

આવી રીતે હનીટ્રેપમાં વૃધ્ધ વ્યક્તિને ફસાવીને વાસણા મળવા બોલાવ્યા હતા. જેથી વૃધ્ધ ત્યાં ગયા હતા ત્યારે કહીને વાતચીત કરીને બંને ઘરે જતા રહ્યા હતા. ત્યારબાદ મહિલા અવાર નવાર ફોન કરીને મળવા માટે દબાણ કરતી હતી. જેથી વૃધ્ધ તેને વિશાલા સર્કલ પાસેથી બાઇક ઉપર બેસાડી હતી. મહિલા હોટલ બહાર લઇ જઇને અહી ઓળખીતા છે કહીને બે-ત્રણ હોટલ ફેર્યા હતા. ત્યારબાદ અસલાલીથી કમોડ રોડ તરફ જઇ રહ્યા હતા ત્યારે રિક્ષામાં ત્રણ શખ્સો આવ્યા હતા અને બાઇકની આગળ રિક્ષા લાવીને ઉભી રાખીને તું કેમ મારી પત્ની સાથે ફરે છે કહીને માર મારીને રિક્ષામાં અપહરણ કરીને છરી બતાવી મોબાઇલ, સોનાની ચેઇન સહિત કુલ રૂ.૨.૬૪ લાખની મતા લૂંટી લીધી હતી. એટલું જ નહી વિડીયો બનાવી આ તારા પુત્રને મોકલી દઇશું કહીને ખંડણી પણ માંગી હતી.

 

(જી.એન.એસ)