(અબરાર એહમદ અલવી)
હરિવંશ રાય બચ્ચનને ઈ.સ.૧૯૭૬ના વર્ષમાં “સાહિત્ય તેમજ શિક્ષણ”ના ક્ષેત્રમાં પદ્મભૂષણ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા
આજે વાત કરવી છે લેખક, કવિ અને અભિનેતા અભિતાભ બચ્ચનના પિતા હરિવંશ રાય બચ્ચનની. તો ચાલો જાણીએ તેમની રચના અંગે આ લેખમાં…
હિન્દી સાહિત્યના પ્રખ્યાત લેખક અને કવિ હરિવંશ રાય બચ્ચનનો જન્મ 27 નવેમ્બર 1907 ના રોજ યુપીના પ્રતાપગઢ જિલ્લાના બાબૂપટ્ટી ગામમાં થયો હતો. તેમની શ્રેષ્ઠ રચનાઓમાંની એક ‘મધુશાલા’ના કારણે હિન્દી સાહિત્યમાં તેમનું નામ અમર થયું હતું. જ્યારે પણ તેમનું નામ લેવામાં આવે છે ત્યારે તેમની આ રચનાને સૌથી પહેલા યાદ કરવામાં આવે છે. તેમણે ‘મધુશાલા’, ‘મધુબાલા’, ‘મધુકલશ’, ‘દો ચટ્ટાને’ અને તેમની આત્મકથા ‘ક્યા ભૂલૂં, ક્યા કરું’ જેવી 50 કરતાં વધુ રચનાઓ લખી હતી.
હરીવંશ રાય બચ્ચનના જીવન સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે જાણીએ.
1. હરિવંશ રાય બચ્ચનનો જન્મ અવધી હિન્દુ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રતાપ નારાયણ શ્રીવાસ્તવ અને માતાનું નામ સરસ્વતી દેવી છે.
2. હરીવંશ રાય બચ્ચન કાયસ્થ સમુદાયના હતા. બાળપણમાં લોકો તેમને બચ્ચન કહેતા હતા ત્યારબાદથી તેમણે તેમના નામ સાથે બચ્ચન લખવાનું શરૂ કર્યું હતું.
3. તેઓ બચ્ચન નામથી હિન્દીમાં રચનાઓ લખતા હતા. બચ્ચન એટલે બાળક અથવા સંતાન.
4. તેમણે અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ. કર્યું હતું. બાદમાં તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી કવિ ડબલ્યુ બી. યેટ્સની કવિતાઓ પર સંશોધન કર્યું અને પીએચડી પૂર્ણ કર્યું હતું.
5. હરીવંશ રાય બચ્ચન ભાષાના ધની વ્યક્તિ હતા. અંગ્રેજીના પ્રોફેસર હોવા છતાં તેઓ હિન્દી, ઉર્દૂ, અરબી અને અવધિ ભાષા પર પણ સારી પકડ રાખતા હતા.
6. તેમણે ઘણા વર્ષો સુધી અલ્હાબાદ યુનિવર્સિટીમાં અંગ્રેજી શીખવ્યું અને સાથે જ તેઓ અલ્હાબાદ ઓલ ઈન્ડિયા રેડિયોમાં કામ પણ કરતાં હતા.
7. તેમણે ભારત સરકારમાં હિન્દી નિષ્ણાંત તરીકે પણ કામ કર્યું.
8. બચ્ચનજીની રચનાઓનો ઉપયોગ હિન્દી સિનેમામાં પણ થતો હતો. તેમની રચના અગ્નિપથનો ઉપયોગ 1990માં આવેલી ફિલ્મ અગ્નિપથમાં થયો હતો. જેમાં તેમના મોટા પુત્ર અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં હતા. 2012માં બનેલી ફિલ્મની રીમેકમાં પણ આ કવિતાનો ઉપયોગ થયો હતો.
9. બચ્ચનજીનો કાવ્યસંગ્રહ દો ચટ્ટાને 1965માં પ્રકાશિત થયો હતો જેના માટે તેમને 1968 માં હિન્દી કવિતા માટે સાહિત્ય અકાદમી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
10. હરીવંશ રાય બચ્ચનને હિન્દી સાહિત્યમાં અવિસ્મરણીય યોગદાન બદલ 1976માં “પદ્મભૂષણ”થી નવાજવામાં આવ્યા હતા.
11. હરીવંશ રાય બચ્ચને 1926માં શ્યામા બચ્ચન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેમનું 1936માં અવસાન થયું હતું. ત્યારબાદ હરિવંશજીએ 1941માં તેજી બચ્ચન સાથે લગ્ન કર્યા.
12. હરીવંશ રાય બચ્ચન અને તેજી બચ્ચનને બે પુત્રો છે. અમિતાભ બચ્ચન અને અજિતાભ બચ્ચન.
13. તેમણે મહાન અંગ્રેજી નાટ્યકાર શેક્સપિયરની હિન્દી ટ્રેજેડી તેમજ રશિયન કવિતાઓના હિન્દી સંગ્રહનો પણ અનુવાદ કર્યો હતો.
ડૉ.બચ્ચનને તેમની રચનાઓ માટે વિવિધ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1968માં ડૉ. બચ્ચનને હિન્દી કવિતા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. આ એવોર્ડ તેમને તેમના કામ ‘ટુ રોક’ માટે આપવામાં આવ્યો હતો. બિરલા ફાઉન્ડેશને તેમની આત્મકથા માટે તેમને ‘સરસ્વતી સન્માન’ એનાયત કર્યા હતા. તેમને ભારત સરકાર દ્વારા ઈ. સ. ૧૯૭૬ના વર્ષમાં “સાહિત્ય તેમજ શિક્ષણ”ના ક્ષેત્રમાં પદ્મભૂષણ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.