(અબરાર એહમદ અલવી)
અમદાવાદ,તા.૧૦
અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત થયું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નરેશભાઈ બચુભાઈનું આજે સોમવારે 10મી માર્ચ વહેલી સવારે મોત થતા પરિવારમાં તેમજ પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ છે.
મૃતક હેડ કોન્સ્ટેબલને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું છે. આજે વહેલી સવારે મોત થતા પરિવારમાં તેમજ પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ છે. મૃતક હેડ કોન્સ્ટેબલને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું છે. કોન્સ્ટેબલના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
નોંધનીય છે કે, અઠવાડિયામાં આ ત્રીજી ઘટના છે, જેમાં પોલીસનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. પોલીસ બેડામાં શોકનો માહોલ છે.