Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ

“હઝરત ઇમામ ઝેનુલ આબેદીન” (રદિઅલ્લાહુ અન્હૂ)ની ‘કરબલા’ના મેદાનમાં પથ્થર મારનાર સાથે ભલાઇ

(અબરાર એહમદ અલવી)

“હઝરત ઇમામ ઝેનુલ આબેદીન” (રદિઅલ્લાહુ અન્હૂ) કરબલાની જંગ થઇ ત્યારે કરબલામાં હાજર હતા પરંતુ માંદગીના કારણે તેમને “હઝરત ઇમામ હુસેન” (રદિઅલ્લાહુ અન્હૂ)એ મેદાનમાં જંગ કરવાની ના પાડી હતી.

શહીદે કરબલા “હઝરત ઇમામ હુસેન” (રદિઅલ્લાહુ અન્હૂ)ના પુત્ર “હઝરત ઇમામ ઝેનુલ આબેદીન” (રદિઅલ્લાહુ અન્હૂ)ની કરબલામાં પથ્થર મારનાર સાથે ભલાઇનો એક પ્રસંગ….!

“હઝરત ઇમામ ઝેનુલ આબેદીન” (રદિઅલ્લાહુ અન્હૂ) જેઓ “હઝરત ઇમામ હુસેન” (રદિઅલ્લાહુ અન્હૂ)ના પુત્ર છે અને તેઓ પણ જયારે કરબલાનો બનાવ બન્યો ત્યારે કરબલામાં હાજર હતા પરંતુ માંદગીના કારણે તેમને “હઝરત ઇમામ હુસેન” (રદિઅલ્લાહુ અન્હૂ)એ મેદાનમાં જંગ કરવાની ના પાડી હતી. “હઝરત ઇમામ ઝેનુલ આબેદીન” (રદિઅલ્લાહુ અન્હૂ) કરબલાની જંગ પછી ક્યારેય હંસ્યા નહી લોકોએ તેમને પૂછ્યું કે, હજરત તમે ક્યારેય પણ હંસતા નથી ત્યારે “હઝરત ઇમામ ઝેનુલ આબેદીન” (રદિઅલ્લાહુ અન્હૂ)એ કહ્યું કે, “મેં કરબલાની જંગ જોઈ છે, તમે નથી જોઈ” આટલું કહી આપ રડી પડ્યા…!

“હઝરત ઇમામ ઝેનુલ આબેદીન” (રદિઅલ્લાહુ અન્હૂ) એક દિવસ લોકોમાં ભોજન તકસીમ કરી રહ્યા હતા (ભોજન ખવડાવી રહ્યા હતા) ત્યારે એક વ્યક્તિએ આપને ક્હયું કે, “તમે મને ઓળખ્યો..?” “હઝરત ઇમામ ઝેનુલ આબેદીન” (રદિઅલ્લાહુ અન્હૂ)એ ફરમાવ્યું કે, “હું તને કઇ રીતે ભુલી શકું છું જ્યારે હું કરબલામાં કેદી હતો ત્યારે તે મને પથ્થર માર્યો હતો…!” આ વાત સાંભળીને તે શખ્સની આખોમાં આસુ આવી ગયા અને તેણે એકદમ ભારી અવાજથી “હઝરત ઇમામ ઝેનુલ આબેદીન” (રદિઅલ્લાહુ અન્હૂ)ને પુછયું, “તેમ છતાં પણ તમે મને ભોજન પીરસી (ખવડાવી) રહ્યા છો.” “હઝરત ઇમામ ઝેનુલ આબેદીન” (રદિઅલ્લાહુ અન્હૂ)એ ફરમાવ્યું કે, “તે સમયે અમે તારા દર પર (વિસ્તારમાં) આવ્યાં હતા અને એ તારો અમારી સાથે વર્તન હતો, આજે તુ અમારા દર પર (વિસ્તારમાં) આવ્યો છે. આ આલે મોહમ્મદ (સલ્લલ્લાહુ અલય્હી વસલ્લમ)નો સુલુક (વર્તન) છે..!” આવા હોય છે હઝરત મોહમ્મદ (સલ્લલ્લાહુ અલય્હી વસલ્લમ)ના ઘરવાળા. જો દુશ્મન પણ તેમના દરવાજા પર જાય તો ખાલી ન આવે..!

“रह के फाको में गरीबों को खिलाने वाले
ऐसे होते है मोहम्मद के घराने वाले”