“હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સંજરી એક્સપ્રેસ દ્વારા વિજળી ઘર ચાર રસ્તા પાસે ‘રાષ્ટ્રધ્વજ’નું વિતરણ કરવામાં આવ્યું.
કારંજ પોલીસ સ્ટે.ના પીઆઈ પી.ટી. ચૌધરીએ પોતાના હસ્તે રીક્ષાઓ પર તિરંગો લગાવ્યો હતો અને બાળકોને તિરંગાનું વિતરણ કર્યું હતું.
રિપબ્લિક શાળાના આચાર્ય રફીકભાઈ કોઠારીએ રાષ્ટ્દવજનું મહત્વ બાળકોને સમજાવ્યું હતું.
અમદાવાદ,
ગુજરાતભરમાં “હર ઘર તિરંગા” સાથે સમગ્ર રાજ્યના નાગરિકો જાેડાયા છે. “હર ઘર તિરંગા”ના દેશવ્યાપી અભિયાન અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સંજરી એક્સપ્રેસ ન્યુઝ પેપર દ્વારા કારંજ પોલીસ સ્ટેશનના સહયોગથી અમદાવાદના લાલ દરવાજા, વિજળી ઘર પાસે રિક્ષાઓ પર રાષ્ટ્રધ્વજ તેમજ “હર ઘર તિરંગા” કાર્યક્રમને સફળ બનાવવા ‘રાષ્ટ્ર ધ્વજ’નું વિતરણ કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે કારંજ પોલીસ સ્ટે.ના પીઆઈ પી.ટી. ચૌધરી તેમજ અન્ય સ્ટાફના જવાનો સહિત રિપબ્લીક હાઈસ્કુલના પ્રિન્સીપાલ – રફીકભાઈ કોઠારી વગેરેની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. તેમજ તસવીરમાં સંજરી એક્સપ્રેસના તંત્રી આમીર શેખ, મેનેજીંગ તંત્રી હાશીમ શેખ, પોલીસ ફાઈલના તંત્રી બિલાલ લુહાર, સત્યની ફાઈલના તંત્રી હારૂનભાઈ બેલીમ, સામાજીક કાર્યકર જી.પી. ચા વાલા વગેરેએ “હર ઘર તિરંગા” લહેરાવવા વિનંતી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કારંજ પોલીસ સ્ટે.ના પીઆઈ પી.ટી. ચૌધરીએ પોતાના હસ્તે રીક્ષાઓ પર તિરંગો લગાવ્યો હતો અને બાળકોને તિરંગાનું વિતરણ કર્યું હતું. સમગ્ર લાલ દરવાજાનું વાતાવરણ રાષ્ટ્રભક્તિથી ગુંજી ઉઠ્યું હતું.