(રીઝવાન આંબલીયા)
થોડા પણ અંગત કલાકારો સાથે આ પ્રીમિયરનું આયોજન કરાયું હતું. જે 20 તારીખથી સિનેમા ઘરોમાં રજૂ થશે
વાત કરીએ થોડી ફિલ્મ વિશે
ફિલ્મની સ્ટોરી ઇર્શાદ દલાલ દ્વારા લખવામાં આવી છે, ડિરેક્શન ની ડોર પણ એમના હાથમાં છે , એટલે સ્ટોરી ઉપર અને એમના લખાણ સાથે અને લખાણ મુજબ રજૂઆત સાથે તમને હંમેશા પરફેક્ટસન મળે છે, એ આ ફિલ્મની સારી વાત છે,, અનેક ઉત્તમ જમા પાસું છે.
પ્રોડ્યુસર અને મેન હીરો તરીકે રાજ બાસીરાએ બહુ સુંદર કામ કર્યું છે. સાથે બીજા પ્રોડ્યુસર વિપુલ ગાંગાણી છે. સ્ટોરી નવી છે, એક એવા યુવાનની વાર્તા જે પોતાના વર્કમાં એટલો બધો મસગુલ હોય છે કે, તે મેરેજ કરવામાં જ ઉંમર થઈ જાય છે. આજના ભણેલા ગણેલા શિક્ષિત પરિવારમાં આ બહુ મોટી તકલીફ છે કે, પુરુષ 28 થી 31 વર્ષ સુધી પરણતો નથી, આ પ્રોબ્લેમની આજુબાજુ એક સુંદર મજાની કથા છે જેમાં ઘણા બધા સેડ છે.
કથા પટેલ ફિલ્મનું મુખ્ય પાત્ર એ કેવી અલ્લડ છોકરી, જેને જીવનમાં મેરેજ જલ્દી કરવા નથી જિંદગીની બધી મજા માણવી છે. છતાં પણ સુંદર વાત એ છે કે, એણે એની બોર્ડર બનાવેલી છે, સંસ્કારોની..? આજનું યંગ જનરેશન જેને બાળકો ગમતા નથી, બાળકો પેદા કરવાથી સુંદરતા ઘટી જાય છે આવી એક માન્યતા દિવસે દિવસે વધતી જાય છે. સાથે જવાબદારી લેવા કોઈ તૈયાર હોતું નથી. તેની ઉપર એક સુંદર કટાક્ષ કથા રજૂ કરવામાં આવી છે બંને પાત્ર સ્ટોરી મુજબ પરફેક્ટ છે.
ખાસ ફિલ્મ જોવા જેવી છે યંગ જનરેશન જેઓ મેગાસિટીમાં રહે છે અને નવા જમાનાના આ સંસ્કારોને હાઈ પ્રોફાઈલ માં સ્ટાઇલ ગણાવે છે. આવી એક આધુનિક વિચારધારા સાથે એક નવો જૂની વિચારધારા સાથે એક મજબૂત સ્ટોરી રચવામાં આવી છે, ઘણા બધા લોકેશન છે ગીતો પણ સુંદર છે, એડીટીંગથી લઈને દરેક કામમાં પરફેક્ટ ફિલ્મ બની છે.
બાકી ઘણા બધા કલાકારો છે જ જેના નામ હું નીચે સમૂહમાં લખી દઉં છું કેમ કે, આ બધા એવા કલાકારો છે જે થિયેટરમાં ફક્ત પોતાના નામથી થિયેટર ગુંજી ઉઠે. આવા કલાકારોની પીઠબળથી સિનેમા જોરદાર બને એમાં કોઈ બે મત નથી તો જલ્દીથી ખાસ જોવા જજો યંગ જનરલ સોંગ સાથે જોવા જજો.
ફિલ્મ સાથે સંકળાયેલા તમામ કલાકાર મિત્રો ટેકનિકલ મિત્ર દરેકને ખૂબ ખૂબ અભિનંદન 🌹
સ્પેશિયલ આભાર શ્રી Abhilash Ghoda જેઓ એક મીડિયા મિત્ર તરીકે અમોને પણ આમંત્રણ પાઠવેલું, અને તેઓએ એક મિત્રતા સાથે પી.આરની જવાબદારી Tihai Talk તિહાઇ ટાઇટલ હેઠળ સુંદર મજાનું આયોજન થયું.
એક સ્પેશિયલ સમાચાર ડોક્ટર પ્રવીણભાઈ તોગડીયા જેઓએ ઇન્ટરવલ સુધી ફિલ્મ જોઈ અને તમામ કલાકારોને એમના કામ માટે શુભેચ્છા આપી અને દર્શકોને જોવા માટે સ્પેશિયલ રિક્વેસ્ટ કરી છે.
Film review Jayesh Vora