(રીઝવાન આંબલીયા)
આ ફિલ્મનું સંગીત અનવર શેખ અને જીમી ત્રાજકરે આપ્યું છે
વિપુલ જાંબુચા દ્વારા નિર્મિત અને યુવા નિર્દેશક ધર્મીન પટેલ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં ગુજરાતી સિનેમાની પ્રસિધ્ધ અભિનેત્રી મમતા સોનીએ મુખ્ય ભૂમિકા ભજવેલ છે.
સાથે જ અન્ય મુખ્ય ભૂમિકામાં બૉલીવુડના દિગ્ગજ અને જાણીતા કલાકાર અદી ઈરાની અને અન્ય કલાકારો ઊમંગ આચાર્ય, પરેશ ભટ્ટ, ભાવેશ નાયક, પ્રકાશ મંડોરા, વિપુલ જાંબુચા, નીલ જોશી, જુનિયર દિલીપકુમાર, પ્રતીક વેકરીયા અને તૃપ્તિ જાંબુચાએ અભિનયના ઓજસ પાથર્યા છે.
આ ફિલ્મનું સંગીત અનવર શેખ અને જીમી ત્રાજકરે આપ્યું છે અને સ્વર આપ્યા છે બૉલીવુડ ગાયક રાજા હસન, જાણીતા ગુજરાતી ગઝલ ગાયક મયુર ચૌહાણ, જય ચાવડા અને દેવાંશી શાહ દ્વારા આપવામાં આવ્યું છે.
સ્ત્રી સશસ્ત્રિકરણ અને સાહસ જેવા વિષય પર કેન્દ્રિત આ ગુજરાતી ફિલ્મની વાર્તા પરેશ ભટ્ટ અને વિપુલ જાંબુચા દ્વારા લખવામાં આવી છે જેને ધ્રુવ ભાટિયાએ કેમેરામાં કંડારી છે. વિપુલ જાંબુચા, તૃપ્તિ જાંબુચા અને શિવાની ભરવાડ દ્વારા નિર્મિત આ ફિલ્મ આ સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત અને મુંબઈના સિનેમાઘરોમાં રિલીઝ થશે તેમ નિર્માતાઓ દ્વારા માહિતી મળી રહી છે.
સ્ત્રી સશક્તિકરણ અને મહિલા ઉત્તથાનના વિષય પર બનનારી ફિલ્મના પોસ્ટરને દર્શકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યું છે અને ફિલ્મ જલ્દીથી સિનમાઘરોમાં ધૂમ મચાવે તેવી શુભેચ્છાઓ.