Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

ગુજરાતી ફિલ્મ “ઇન્ટરવ્યૂ”નું પ્રીમિયર યોજાઇ ગયું

(રીઝવાન આંબલીયા)

સહકુટુંબ સાથે માણવા જેવી ફિલ્મ “ઇન્ટરવ્યૂ” બની છે, તો જરૂરથી જોવા જજો..

ગઈકાલે જોરદાર ગુજરાતી ફિલ્મ “ઇન્ટરવ્યૂ” નો પ્રીમિયર શો અનેક ગુજરાતી ફિલ્મના મોટાભાગના કલાકારો સાથે નિહાળવાનો મોકો મળ્યો.. મેં ઘણી વાર લખ્યું છે કે, સ્ટોરી બાબતે ગુજરાતી ફિલ્મનો સુવર્ણયુગ ચાલી રહ્યો છે, આ ફિલ્મની સ્ટોરી પોતે જ ફિલ્મની હીરો છે, ભવિષ્યમાં કદાચ આ સ્ટોરીને લઈને સાઉથ વાળા ફિલ્મ બનાવે તો નવાઈ નહીં, એટલી હૃદયસ્પર્શી વાર્તા છે. મિડલ ફેમિલીનો સુંદર મજાનો નવો વિષય લઈને આવ્યા છે, સુંદર મજાની માવજત સાથે સ્ટોરીને યોગ્ય રીતે પ્રદર્શન કરવામાં દિગ્દર્શક કિલ્લોલ પરમાર “ઇન્ટરવ્યૂ” ફિલ્મમાં સફળ થયા છે.

સહકુટુંબ સાથે માણવા જેવી ફીલમ બની છે, તો જરૂરથી જોવા જજો.. ફિલ્મનો હીરો પરીક્ષિત તમાલીયા પોતાનું સો ટકા આપવામાં સફળ રહ્યા છે. પરીક્ષિત સહાનીની યાદ આવી જાય એટલું પરફેક્ટ કામ કર્યું છે.. એક હીરો નહીં પણ અભિનેતા તરીકે લાંબી જર્ની છે..

હિરોઈન સોહની ભટ્ટ જેવોની આ ફિલ્મ પ્રથમ છે. પણ એકદમ મેચ્યોર અને ફ્રેશ કામ કર્યું છે થિયેટરનો અનુભવ અહીંયા કામ લાગી ગયો.. તેઓનો માસુમ ચહેરો દર્શકોને આકર્ષવામાં સફળ રહ્યો છે.

કમલ જોશી અને દેવાંગી, રીયલ જોડી અહીંયા પણ રિયલ જોડી જ રહ્યા, એટલા બધા પરિપક્વ વ્યક્તિત્વ છે કે, એમના અભિનય વિશે લખવા માટે આપણી પેન નાની કહેવાય. જો કે, ખુદ પ્રોડ્યુસર ડિરેક્ટર અભિનેતા અને સ્ટોરી રાઇટર રહી ચૂક્યા છે. જીતેન્દ્રભાઈ ઠક્કર અને અન્નપૂર્ણા બેન શુકલ પોતાના રોલમાં નાની પણ પોતાની છાપ છોડી જાય છે.

ક્લાઈમેક્સ સુધી પહોંચતા ફિલ્મ ઘણી બધી વાર ફ્લેશબેક જાય છે. આ ફ્લેશબેક સ્ટોરીમાં હર વખતે “ઇન્ટરવ્યૂ” ફિલ્મનો બીજો અર્થ ઇન્ટર-વ્યુ મતલબ પોતાની અંદર જુઓ વારંવાર આ ટાઈટલ જસ્ટીફાય થાય છે, પણ પ્રેક્ષકોને છેલ્લે ખ્યાલ આવી જાય છે કેમ કે, છેલ્લો સીન જબરજસ્ત રીતે શૂટ કર્યો છે.

આટલી સરસ ફિલ્મો અને આપણે લોકોને જોવાની અપીલ કરીએ એ જ આપણી ગુજરાતી ભાષાનો ગૌરવ…ફિલ્મ સાથે સંકળાયેલ તમામ વ્યક્તિ તથા ટેકનિકલ સ્ટાફ દરેકને ખુબ ખુબ અભિનંદન…🙏🙏

 

Film review Jayesh Vora..