ફિલ્મની વાર્તાની શરૂઆત ૩૦૦૦ વર્ષ જૂની મૂર્તિ મ્યુઝિયમમાંથી ચોરાઈ જાય છે અને બે ખિસ્સાકાતરુઓના હાથમાં આવી જાય પછી થાય છે મનોરંજનની રેલમછેલ
અમદાવાદ,તા.૨૬
રહસ્ય અને કોમેડીનાં સમન્વય એવી ગુજરાતી ફિલ્મ “ચોર ચોર” નજીકના સિનેમાગૃહોમાં આવી ગયી છે. સુનિલ વિસરાની, રાજન રાઠોડ, વિવેક પટેલ, અનુરાગ પ્રાપ્પ્ના, ભૂષણ ભટ્ટ અને હેમાંગ શાહ અભીનીત “ચોર ચોર” ફિલ્મના લેખક સંજીવ સોનીના જણાવ્યા મુજબ એક ૩૦૦૦ વર્ષ જૂની મૂર્તિ મ્યુઝિયમમાંથી ચોરાઈ જાય છે અને બે ખિસ્સાકાતરુઓના હાથમાં આવી જાય છે.
આ મૂર્તિ તેઓ અજાણતા તેને જમવા માટે હોટેલના માલિકને આપી દે છે. પરંતુ જ્યારે તેમને ખબર પડે છે કે, તે મૂર્તિ ઉપર પચાસ લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યુ છે ત્યારે તે બંને ચોર તેને ચોરી કરવાનું નક્કી કરે છે અને તે ખજાનાની શોધમાં હરીફ ચોરો સાથે જે રીતે અથડામણ કરે છે તે એક અલગ જ મનોરંજન આપે છે. શું તેમની યોજના કામ કરશે..? જાણવા માટે આજે જ જુઓ “ચોર ચોર”