ગુજરાત રાજ્ય સહકારી ટ્રીબ્યુનલ અમદાવાદનું ઉનાળુ વેકેશન તા. ૧૩-૦૫-૨૦૨૪થી તા. ૦૧-૦૬-૨૦૨૪ સુધીનું રહેશે
અમદાવાદ,તા.૧૫
ગુજરાત રાજ્ય સહકારી ટ્રીબ્યુનલ-અમદાવાદનું ઉનાળુ વેકેશન તા. ૧૩-૦૫-૨૦૨૪ થી તા. ૦૧-૦૬-૨૦૨૪ સુધીના બન્ને દિવસો સહિત જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન કોર્ટની રેગ્યુલર સુનાવણીની કાર્યવાહી બંધ રહેશે, તેમ ગુજરાત રાજ્ય સરકારી ટ્રીબ્યુનલ-અમદાવાદના રજીસ્ટ્રારશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.
વધુમાં જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન તાકીદની અરજીઓ, મનાઈ હુકમ વગેરેની અગત્યની બાબતોની કોર્ટ કાર્યવાહી ટ્રીબ્યુનલના કામકાજના દિવસોએ સવારે ૧૧ઃ૩૦ થી બપોરે ૧ઃ૩૦ કલાક સુધી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત વેકેશન દરમિયાન ટ્રીબ્યુનલની કચેરી રાબેતા મુજબ ચાલુ રહેશે.
(જી.એન.એસ)