એસ.એમ. પરમાર આસિસ્ટન્ટ કમિશનર તેમજ એફ રોય ચૌધરી આસિસ્ટન્ટ કમિશનર દ્વારા CA અને ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ,તા.૦૫
શહેરના સરખેજ-સાણંદ રોડ પર આવેલ ગોકુલધામ આર્કેડ ખાતે તા. 5/07/2023ના રોજ બપોરના 3 વાગે “જીએસટી” (GST)ના સફળ 6 વર્ષ પૂરા થવાના ભાગ રૂપે “જીએસટી” દિવસની ઉજવણીનો કાર્યક્રમ CGST Northના ડિવિઝન III સાણંદના ઉપક્રમે યોજાયો હતો.
આ કાર્યક્રમની ઉજવણીમાં એસ. એમ. પરમાર આસિસ્ટન્ટ કમિશનર તેમજ એફ રોય ચૌધરી આસિસ્ટન્ટ કમિશનર દ્વારા CA અને ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરી તેમને GST વિષેની માહિતી પૂરી પાડી હતી તથા તેમને પડતી તકલીફોનો નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં CA, ઉદ્યોગોના પ્રતિનિધિઓ તથા મીડિયા કર્મીઓએ ખાસ હાજરી આપી હતી.
GSTના 6 વર્ષ પૂરા થવાના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરીને GST વિષે માહિતગાર કરી GSTની સફળતા માટે અને કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉદ્યોગોના પ્રતિનિધિઓનો તથા બધા જ ટેક્સ પેયર, મીડિયા કર્મીઓનો આભાર માનવામાં આવ્યું હતું.