(રીઝવાન આંબલીયા)
ફિલ્મનું બેનર અને બજેટ બંને મજબૂત હોવાથી ફિલ્મ દરેક રીતે પરફેક્ટ બની છે
શરૂઆત કરીએ ફિલ્મના ટાઈટલથી કે, જે “ઉડન છૂ” ટાઈટલ જ કહી દેશે કે, ભાગી જાવ.., ઉડી જાવ… ઘણા સમય પહેલા વેવાઈ અને વેવાણ ભાગી ગયા. એવા સમાચાર આવેલા જે ફૂલ પબ્લિક સીટી થયેલા. કેમ તને શું કામ એનો જવાબ અલગ અલગ એંગલથી ઘણા બધા સમાચાર રૂપે મેગેઝીનમાં આવેલ. એટલે એના ઉપર જો ફિલ્મ બને અને કોઈ સરસ મજાની પોઝિટિવ વાત એમાંથી બહાર આવે તો પિક્ચર તો હીટ જ હોય..!
એટલે જ આ ફિલ્મનો હીરો એ છે એની સ્ટોરી પહેલા જ સીનમાં આવે વેવાઈ વેવાણ ભાગી ગયા. ??? અને પછી ફિલ્મ ચાલુ થાય અને જે રીતે સ્ટોરીને એકદમ પોઝિટિવ સાથે પ્રેઝન્ટ કરી છે એના માટે સ્પેશિયલ ખૂબ ખૂબ અભિનંદન અનીશ શાહ.
ફિલ્મનું બેનર અને બજેટ બંને મજબૂત હોવાથી ફિલ્મ દરેક રીતે પરફેક્ટ બની છે દેવેન ભોજાણી જેમણે હિટ સીરીયલ બા બહુ ઔર બેબી હીટ ઓટીટી પ્લેટફોર્મ યમરાજ કોલીગ. જેવું હિટ વર્ક આપ્યા બાદ અને એક સ્પેશિયલ સ્ટોરીની જો રજૂઆત હોય તો દેવેનભાઈની ખાસ ઈચ્છા હતી કે, કોઈ સ્પેશિયલ રોલ મને મળે તો આ એમની પહેલી ગુજરાતી ફિલ્મ છે. જેમાં તેઓનો દમદાર રોલ પણ છે. જે એમણે વાહ વાહ સાથે આફરીન વર્ક બતાવ્યું છે. સાથે પ્રાચી શાહ પંડ્યા બહુ સરસ રોલ નિભાવી રહ્યા છે. બાકીના રોલમાં આર્જવ ત્રિવેદી, આરોહી પટેલ, અલીસા પ્રજાપતિ, નમન ગોર, ફિરોજ ભગત, સ્મિત જોશી, જય ઉપાધ્યાય જેવા ઘણા બધા કલાકારો જોવા મળે છે ભૂલચૂકથી કોઈનું નામ રહી ગયું હોય તો માફ કરજો.
પ્રેમ કરવાની કોઈ ઉંમર હોતી નથી. વાર્તા થોડી ફ્લેશ બેકથી ચાલુ થાય છે અને ઘણા બધા થોડા મનોરંજન વણાંક સાથે ફિલ્મ જોવાની ખૂબ મજા પડશે. મનોરંજનમાં કોઈપણ જાતનું દ્વઅર્થી મનોરંજન નથી. ફુલ ફેમિલી સાથે જોવા જવાય તેવી ફિલ્મ છે.
ગુજરાતી ભાષામાં આટલી સુંદર ફિલ્મ આપવા બદલ ફિલ્મ સાથે જોડાયેલી તમામ વ્યક્તિને ખૂબ ખૂબ અભિનંદન…
સ્પેશિયલ દેવેન ભોજાણી જેઓ ફરી એકવાર ફિલ્મ જગતમાં સાબિત કર્યું કે, ગમે તેવા રોલ માટે તેઓ તૈયાર છે. તેમના અભિનય થકી પ્રેક્ષકોને પકડી રાખવામાં તેઓ સફળ રહ્યા છે .
Film review Jayesh Vora