(રીઝવાન આંબલીયા)
“રામ ભરોસે” પ્રીમિયરમાં રામ ભરોસે નહોતા ગયા આમંત્રણથી ગયા હતા,, મજાક 😅😅
ફિલ્મ વિશે લખતા પહેલા થોડી વાતો ફિલ્મ તરફ બહારની કરી લઇયે… ફિલ્મ માટે લખવાનું મન થાય છે, લાંબુ હશે પણ વાંચી લેજો મજા આવશે, લખાણ અલંકારિક નહીં હોય પણ હૃદય સ્પર્શી જરૂર હશે..!
ફિલ્મ બહુ જ જોરદાર છે સૌથી પહેલા તો કેતનભાઇ રાવલને ખુબ અભિનંદન કે, આટલી સરસ ટીમને લઈને પોતાની પહેલી ફિલ્મની ચોઇસ પોતાની ભાષામા બનાવવા માટે, ગુજરાતી ફિલ્મમાં એન્ટ્રી.. થોડુ એમના વિશે એક વાત સ્પેશિયલ લખુ કે, બોલીવુડની વેનીટીવાનના માલીક એટલે કેતનભાઇ રાવલ કોઈપણ બોલીવુડની ફિલ્મ હોય પણ વેનિટી વાન તો કેતનભાઇની જ હોય. તેમને આ નવા પ્રોજેક્ટ માટે ખુબ ખુબ અભિનંદન…
બીજી વાત કરીએ હિરોઈન ફિલ્મની કેસર એટલે કે, રેવા રાચ્છ વિરલ રાચ્છના પુત્રી તરીકે એન્ટ્રી થઈ હતી, પણ આજે હવે પોતાની ઓળખથી ઊભી કરવામાં સમકક્ષ બની ગયા છે, કાજલ ઓઝા વૈદના નાટક વખતે મેં એમનું નાટક માટેનું પોસ્ટર શુટ પણ કરેલ, ઘણા બધા નાટકો તો એમણે કરેલા જ છે, પણ હિટ ફિલ્મની લિસ્ટ પણ છે સમંદર, બુશર્ટ ટીશર્ટ, કચ્છ એક્સપ્રેસ અને મીરા, મોટા બેનરની ફિલ્મ, આ બધાના સેકન્ડ રોલ કર્યા પછી મુખ્ય રોલમાં પહેલીવાર જબરજસ્ત કામ રામ ભરોસેમાં કર્યું છે.
આખી ફિલ્મના મેન કેરેક્ટર રહ્યા છે, ગુજરાતી ફિલ્મમાં એક અલગ ચહેરાની જરૂર હતી, જેને રીટા ભાદુરીની જે કોઈ હીટ ફિલ્મો હતી, • કાશી નો દીકરો • એમને વિચારી શકાય, ખુબ સાહજીક અભિનય, તમને રીયલ જ મહેસુસ થાય. થિયેટરના કલાકારની આજ ખુબી છે. તેઓ મંજાઇને ફિલ્મમા આવે છે. ફીલ્મ નો ડ. ડો…ડો બવ લો કરો ઇંગ્લિશનો થાય ભાઇ…
ઘૈર્ય ઠક્કર.. ઘીમે પણ પરફેક્ટ વે પર છે.. સમંદર પછી જોરદાર દેખાવ અભિનય.. રામ ભરોસેમા ઓછા શબ્દમાં જોરદાર અભિનય..
હવે વાત કરીએ વિશાલ વડા વાલા રઘુ સીએનજી, 2016 ત્યારથી લઈને સૈયર મોરી, સમંદર અને ત્રીજી સુપરહિટ હેટ્રિક સાથે રામ ભરોસે, વિશાલ વડાવાલાની ફિલ્મો હોય એટલે સંગીત તો ઊંચામાં ઊંચું હોય જ તું મારો દરિયો સોંગ હજુ પણ ઘણા બધાના મોબાઇલની રીંગટોન છે. આજે પણ હજુ પણ ચાલુ છે જ. રામ ભરોસે એમાં પણ તમને આવા ગીતો મળશે. મૌજ પડી જવાની..
બે વાત વચ્ચે એટલા માટે લખી દઉં છું કે, ફિલ્મની અંદર બહુ સરસ લાઈન એટલે કે, ડાયલોગ આવે છે કેસર અને કેશવ ની પ્રેમની વાર્તા છે, “તારામાં બધું નથી પણ બધામાં તું છે” બીજી એક લાઈન બહુ સરસ હતી કે, “તારી યાદોના અભરખામાં જાળા બાજે એ પહેલા તને મળી લઉ,” ત્રીજી એક લાઈન જે મને ખૂબ ગમી ગઈ “ઘૂમટો એટલો ના તાણો, કે બરડો દેખાઈ જાય…
હવે બોલો ફિલ્મ વિશે લખવાની જરૂર લાગે છે. તો રામ ઉપર ભરોસો રાખીને જોઈ આવો. છતાં પણ થોડું ઘણું મેન્શન કરી લઈએ, ગામડાની ભાષા અને ગામડાની લવ સ્ટોરીની વાર્તા છે, ગીરના અંતરિયાળ ગામડાની લવ સ્ટોરી છે. ધૈર્ય ઠક્કર અને રેવાની જબરજસ્ત કેમેસ્ટ્રી જોવા મળે છે, બંનેના અભિનયમાં કંઈ પણ કહેવા જેવું લખવા જેવું છે નહીં ફક્ત અનુભવવા જેવું છે, માટે ફિલ્મ જોવા જતા રહો કેમ કે, લખવા બેસીસ તો પાના ભરાશે, ગામડાની પ્રેમની નાની નાની વાતો કે, પથ્થરની નીચે ચિઠ્ઠી મૂકીને બેટરીથી બતાવે કે, મૂકીએ છીએ, આવી બધી ઘણી બધી નાની નાની ગામડાની વાતો તમને મહેસુસ કરવાની મજા આવે.
એક સ્પેશિયલ વાત નિલેશ પરમાર વિશે લખવાની છે કે, બે હીરો સમંદરમાં હોવા છતાં પોતાની છાપ છોડવામાં કામયાબ હતા. અહીંયા પણ હીરોના મિત્રના રોલમા હોવા છતાં પણ પોતાની છાપ સ્પેશિયલ ઉભી કરવામાં જીતી ગયા છે.
એક સંવેદનશીલ માં અને ગામડાં ગામ ના સમાજ વચ્ચે રહેનારી માં આ બન્ને કામ મુરલીબેન પટેલે બહુ સરસ રીતે અભિનયમાં વ્યક્ત કરી છે, હાલમાં એમની solo પિક્ચર આંગણવાડી હિટ લોકોએ જોઈ જશે.
રેવાના ભાઈની ભૂમિકામાં જગજીતસિંહ વાઢેર જેવો અભિનય અમને કસુંબો ખાતે હતો, રોનક કામદાર તેમના ગળા માં તલવાર પહેરાવી દે, ત્યારબાદ કોઈપણ ડાયલોગ વગર એમનો અભિનય ઝલક તો હતો, એમની એ છાપ આ ફિલ્મોમાં પણ બરકરાર રાખવામાં કામયાબ છે, બાકી દરેક કલાકારોના ભાગે જે કંઈ પણ કામ આવ્યું છે તે તેમણે ઉત્તમ રીતે પૂરું કર્યુ છે..
વધુ વાત નહીં કરતા ફિલ્મ માણી આવો ફુલ ફેમિલી સાથે તમે જોઈ આવો ગામડાની વ્યથા અને એનું જીવન બહુ સરસ બતાવવામાં આવ્યું છે… ફરીથી ફિલ્મ સાથે જોડાયેલ આખી ટીમને ખુબ ખુબ અભિનંદન⚘️⚘️ મીડિયા તરીકે નહી, એક મિત્ર તરીકે સ્પેશિયલ આમંત્રણ હતુ.. ખુબ ખુબ આભાર કેતનભાઇ🌹🌹🌹
(Photography by Jayesh Vora)