(રીઝવાન આંબલીયા)
આ ફિલ્મની વાર્તા એવી છે કે, એક ચોર ભુલથી પોલીસના ઘરમાં ચોરી કરે છે એ પછી ઊભી થતી મુશ્કેલીની હારમાળા અને એમાંથી સર્જાતી પરિસ્થિતિઓની રમુજ સાથે જબરજસ્ત રજૂઆત છે.
અમદાવાદ,
ભરપૂર કોમેડી સાથે એક ચોર અને પોલીસની વ્યંગાત્મક વાર્તા એટલે ફિલ્મ “કમઠાણ”. લેખક અશ્વિની ભટ્ટ દ્વારા લખેલ સ્ટોરી બુક પરથી ફિલ્મ “કમઠાણ” બનાવવામાં આવી છે. જબરજસ્ત સુપર હિટ ગુજરાતી ફિલ્મ હેલ્લારોના સર્જક પ્રતિભાશાળી દિગ્દર્શક નિર્માતા એટલે અભિષેક શાહ અને તેમની એ જ ટીમ મેહુલ સુરતીનું સંગીત આપવામાં આવ્યું છે.
ગુજરાતી રંગભૂમિ અભિમાન કરી શકે તેવા કલાકાર દર્શન જરીવાલા, સંજય ગોરડીયા અને અરવિંદ વૈદ ડિરેક્ટર તરીકે ધ્રુનાદ કામ્બલે પન્ની ફોઈ તરીકે શિલ્પા ઠાકર કૃણાલ પંડીત દીપ વૈદ્ય તેજસ પંચાસરા જય વિઠલાણી પ્રલય રાવલ જસ્સી દાદી, હેમીન ત્રીવેદી, તુષાર દવે, અર્ચના ચૌહાણ બધા જ ઉમદા કલાકારો પોતાના પર્ફેક્ટ પાત્રમાં પરફેક્ટ કામ કરે છે.
હિતુભાઈ કનોડિયા જેઓએ અત્યાર સુધીની લાઈફમાં અનેક વખત પોલીસ ઇન્સ્પેક્ટરના રોલ કર્યા હશે પણ ચોર અને પોલીસનો આવો ક્લાઇમેક્ષ ગુજરાતી ફિલ્મ તો શું હિન્દી ફિલ્મના ઇતિહાસમાં પણ નહીં હોય…? સ્પેશિયલ અભિનંદન…
આ ફિલ્મની વાર્તા એવી છે કે, એક ચોર ભુલથી પોલીસના ઘરમાં ચોરી કરે છે એ પછી ઊભી થતી મુશ્કેલીની હારમાળા અને એમાંથી સર્જાતી પરિસ્થિતિઓની રમુજ સાથે જબરજસ્ત રજૂઆત છે. બીજા વીકમાં પ્રવેશ કર્યું છે જો જોવાનું બાકી રહી ગયું હોય તો ફેમિલીના તમામ મેમ્બરો જલ્દીથી જોઈ આવો નજીકના દરેક સિનેમા ઘરોમાં હજુ પણ ચાલુ છે. કલેક્શન છલકાઈ ગયા ત્રીજું સક્સેસ હજુ પણ ફિલ્મ ચાલુ છે આપના ફેમિલી સાથે ડબલ મજા લઈ જાઓ.
(Photography by Jayesh Vora)