Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

ગ્રેટ ગુજરાતી ફિલ્મ “ચુપ”નું પ્રીમીયર યોજાયું

(રીઝવાન આંબલીયા)

મર્ડર મિસ્ટ્રી અને કોલ્ડ વૉરની વાત ફિલ્મમાં સારી રીતે બતાવવામાં આવી છે. બીજું એ છે કે, ટાઈટલ વિશે કંઈ પણ વાત કરતા સસ્પેન્સ ખુલી જાય છે માટે જ ‘ચુપ’ રહેવામાં મજા છે.

સમગ્ર પ્રીમિયરની માર્કેટિંગ જવાબદારી તિહાઈ ઇવેન્ટના માલિક અભિલાષ ઘોડાએ ખુબ સુંદર રીતે નિભાવી હતી.

ગુજરાતી ફિલ્મ “ચુપ”નું પ્રીમિયર જોરદાર રહ્યું, પહેલી વાર એવું જોયું કે, ઘણા બધા મહેમાનોને RSVPનુ સિરીયસ ન લેતા પાછું જવું પડી રહ્યુ જે આ બાબતે આપણે હવે મેચ્યોર બનવું જરૂરી છે.

હવે  વાત કરીએ ફિલ્મની હિતેનકુમાર એક એવા અભિનેતા છે જેમને સેન્ટરમાં રાખીને સ્ટોરી લખવામાં આવે છે, ઉંમરના આ પડાવમાં આ વસ્તુ બહુ જરૂરી છે કે, તમને અનેક રોલ મળી રહ્યા છે. અલગ અલગ રોલમાં લોકો તમને પસંદ પણ કરી રહ્યા છે, તો પહેલા તો હિતેનકુમારને સ્પેશિયલ ખૂબ ખૂબ અભિનંદન….ત્યારબાદ વાત કરીએ ફિલ્મની તો ટાઇટલ બહુ સરસ છે જળવાઈ રહે છે, હિતેન કુમાર પાસેથી હજી ઘણું ઘણું વધુ સારું કામ લઈ શક્યા હોત, પણ જેટલા હું ડિરેક્ટર સાહેબને જાણું છું, એ રીતે એમનું જોનર હંમેશા કોમેડી રહ્યુ છે, એટલે ફિલ્મનો મુખ્ય ઉદ્દેશ જળવાઈ રહેવા સાથે ફિલ્મ કોમેડી તરફ વધુ બની જાય છે. એની પબ્લિકને તો મેસેજ સાથે મનોરંજન જ જોઈએ છે, ફિલ્મનું હિટ થવાનું આ એક મુખ્ય પાસું છે.

મર્ડર મિસ્ટ્રી અને કોલ્ડ વૉરની વાત ફિલ્મમાં સારી રીતે બતાવવામાં આવી છે. બીજું એ છે કે, ટાઈટલ વિશે કંઈ પણ વાત કરતા સસ્પેન્સ ખુલી જાય છે માટે જ ‘ચુપ’ રહેવામાં મજા છે. આપણા સમાજની આજુ-બાજુ આ ઘટના હંમેશા બનતી જોવા મળે છે, આજકાલના ડિજિટલ યુગમાં યુવાનો સાથે અને વડીલો સાથે પણ આ પ્રકારની ઘટના વધુ બને છે, લેડીઝ તરફથી આ એક કોલ્ડ વોર પણ ચાલુ છે, અને આનો ભોગ મોટા મોટા બિઝનેસમેન અને વડીલ વર્ક છે. પોતાના ખાતે શરમ આવવાથી ઘણા બધા આપઘાતના બનાવો પણ બને છે, તો આ બાબતે જાગૃતિ જરૂરી પણ છે, ફિલ્મનો આ મેસેજ બહુ ઉત્તમ મેસેજ છે. એટલે ચૂપ નહીં રહેવા બાબતે…??

ફિલ્મ રીવ્યુ

ફિલ્મ બાબતે વાત કરીએ તો વિક્રમ એટલે કે, હિતેનકુમાર અને વિદ્યા એટલે કે, મોરલી પટેલ એક મેચ્યોર કપલ તરીકેની ભૂમિકામાં છે સાથે રોહન, વિકી, જીગો, આયુષી, રાજવી જેવા યુવાનો વચ્ચે એક મર્ડર બાબતે વોર ચાલુ થાય છે. ફિલ્મમા રોહનના સામેના બંગલામાં વિક્રમ-વિદ્યા ઉમર લાયક કપલ નવા નવા આવે છે. રોહન અને તેના યંગ મિત્રો સાથે એજ બંગલામાં અવારનવાર પાર્ટીઓ કરતા હોય છે. હવે આ બંગલોમા આ કપલ રહેવા આવ્યુ. એ જરાયે ગમતુ નથી. સોસાયટીમાં પહેલાં જ દિવસેથી વિક્રમ અને વિદ્યા સાથે નેગેટિવ વર્તન કરતા થઈ જાય છે. ક્રિકેટ- યા કોઈપણ બાબતે હંમેશા ઝગડાના મુડમા જ હોય.
કહાનીમાં ટ્વીસ્ટ ત્યારે આવે છે જ્યારે, એકવાર વિક્રમને અન્ય યુવતિ સાથે રોમાન્સ કરતાં જોઇ જાય છે. ત્યારબાદ એ છોકરીનું મર્ડર કરતા જોઇ જાય છે. આ ઘટના માટે વિક્રમ અને આ યંગ સ્ટર્સ વચ્ચે સંતા કુકડીનો ખેલ રચાય છે તે જ ફિલ્મની વાર્તા છે. આગળ શું થાય છે, કેમ થાય છે, શું પરિણામ આવે છે તે બધા માટે ફિલ્મ જોવી પડશે તમારે, કારણ કે ફિલ્મ સસ્પેન્સ છે અને અમને પણ છેક ઈન્ટરવલ સુધી ખબર ન્હોતી પડી કે, ખરેખર વાર્તા શું છે. પણ પ્રેક્ષકોને જરુરથી મજા પડશે. ફિલ્મમાં સસ્પેન્સ, કોમેડી ઇમોશન, ડ્રામા, રોમાન્સ બધું જ છે. ફૂલ એન્ટરટેઇન્મેન્ટ પેકેજ ફિલ્મ છે.

સ્ટોરી જો આમ હોત તો..???

સ્ટોરીની જમાવટ ખુબ સુંદર રહી પણ ક્લાઇમેક્સ બહુ જલ્દી પતાવી દીધો, જે થોડો વધુ ગાઢ બનાવવા જેવો હતો, તો જે મેસેજ છે એ વધુ નિખાર આવે…આ ફિલ્મમાં સ્ટોરીનો હાર્દ જળવાય છે. નિયમ મુજબ આગળ ચાલે છે સ્પષ્ટ દેખાય આવે છે.
ફિલ્મનો મુખ્ય એન્ટ્રી સીન.. ગજબનો છે બંગલામાં મિત્રો સાથે દારૂની મહેફિલ અને ભૂતનો ડર અફવા સ્ટોરી ચાલુ થતા પહેલાં જ સસ્પેન્સ ઉભું કરી દે છે. જેથી પ્રેક્ષકોએ જોવા માટે છેલ્લે સુધી રાહ જુએ છે.
‘ચૂપ’ એક મલ્ટિસ્ટારર ફિલ્મ છે જેમાં હિતેન કુમાર, મોરલી પટેલ, હીના જયકિશન, આકાશ પંડ્યા, હેમાંગ દવે, હેમિન ત્રિવેદી, મગન લુહાર, ધ્વનિ રાજપૂત, પૂજા દોશી, હરીતા શાહ, વિવેક શાહ બાળ કલાકાર વિશાલ ઠક્કર અને અન્ય કલાકારો પણ છે.

એકટીંગની વાત કરીએ તો હિતેન કુમારની એકટીંગ ફિલ્મ માટે સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. હિતેન કુમાર ખુદને ભૂલીને વિક્રમ નામના કેરેક્ટરમાં સંપુર્ણ ઓતપ્રોત થઈ ગયાં છે. એ સાથે તમામ કલાકારોએ પોતાનું શ્રેષ્ઠ આપ્યું છે. હેમાંગ દવે એકટીંગ પણ પોતાનું જોનર મજબૂત બનાવે છે. ફિલ્મ બાબતે કોઈ સન્માન તો એ હિતેન કુમાર અને હેમાંગ દવેને જોનર મુજબ મલશે. અભિનંદન સાથે ફુલ ફેમિલી ફિલ્મ તરત જ જોવા જઈ આવો અને ગરમીની રજાને ઠંડકમાં માણો….

કોઈપણ ફિલ્મમાં અગત્યનું પાસું એટલે કે, ડિરેકશન. જે ‘ચૂપ’ ફિલ્મમાં નિશિત બ્રહ્મભટ્ટ વધુને વધુ નીખાર આવે છે આ ફિલ્મની સફળતા ટેકનિકલ બાબત ફ્રેમીંગથી ફોકસ, અલગ અલગ એન્ગલ્સ, શોટ, ખાસ ટાઇમલેપ્સ કેમેરા મુવમેન્ટસ, સિનેમેટોગ્રાફી, બેકગ્રાઉન્ડ મ્યુઝિક એડિટીંગ અને ડબિંગ જે ફિલ્મને ઔર બહેતરીન બનાવે છે. જેનું વર્ક ધાર્યા મુજબનું થયેલ છે. વિવેક શાહનો રોલ નાનો હોવા છતાં પણ પ્રેક્ષકોનું ધ્યાન ખેંચે તેવો છે.

બીજી એક નાની બાબત લખવાનું મન થયું છે માફ કરજો પણ હિતેનકુમાર જેવી વ્યક્તિ જ્યારે તમારી સાથે હોય આટલા મોટા આર્ટિસ્ટ તમારી સાથે હોય ત્યારે અમુક કલાકારોને બાદ કરતા નાના નાના રોલ કરનાર આર્ટિસ્ટે નાટક અને ફિલ્મની વચ્ચેની એક્ટિંગનો ભેદ સમજવો પડશે, ખરાબ લાગશે પણ માફ કરજો આ શિખવુ પડશે. આગળની જર્ની માટે તો આ બેસ્ટ ફિલ્મ જલ્દીથી જોઈ આવો સ્પેશિયલ અભિનંદન ખૂબ સુંદર આયોજન કરી અને એક મીડિયા મિત્ર તરીકે અમને પણ જયેશ વોરાને આમંત્રણ મળ્યું હતું તો સમગ્ર ટીમનો ખુબ ખુબ આભાર…

 

(ફિલ્મ રીવ્યુ જયેશ વોરા️)