Safeer News

Breaking News from Ahmedabad

Entertainment મનોરંજન

Grand Premiere : “ફક્ત પુરુષો માટે” ગુજરાતી ફિલ્મનું પ્રીમિયર યોજાયું

(રીઝવાન આંબલીયા)

આ ફિલ્મનું સૌથી મુખ્ય આકર્ષણ છે અમિતાભ બચ્ચન એવું કહેવાય છે કે, અમિતાભ બચ્ચન જે ફિલ્મમાં હોય એ પારસમણિ બની જાય.

અમદાવાદ,

ગુજરાતી ફિલ્મ “ફક્ત પુરુષો માટે”નું પીવીઆર ખાતે પ્રીમિયર યોજાયું હતું. આખા વર્ષ દરમિયાન આ પહેલી એવી ગુજરાતી ફિલ્મની પ્રીમિયર હશે, જેને સૌથી વધારે સ્ક્રીન લેવાની જરૂર પડી સાંજે છ વાગ્યાથી લઈને રાત્રે બે વાગ્યા સુધી અલગ અલગ સ્ક્રીનમાં ફિલ્મ ચાલી હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ઘણા બધા સ્ટારથી પીવીઆર તેજસ્વી બની ગયું હતું. જાણે દિવાળી વહેલી આવી ગઈ હોય..!

વૈશલ શાહ હવે એક ફિલ્મ પ્રોડ્યુસરની સાથે એક બ્રાન્ડ બની ગઈ છે. જેની બ્રાન્ડ વેલ્યુ પણ જબરદસ્ત છે. આ વખતે તેમની સાથે આનંદ પંડિત પણ છે. તેઓની બંનેની સાથે પ્રોડ્યુસર તરીકેની આ બીજી ફિલ્મ છે. વૈશલ શાહ કરસનદાસ પે એન્ડ યુઝ, વાંઢા વિલાસ, શું થયું, ફક્ત મહિલાઓ માટે, ત્રણ એક્કા, આવી સળંગ હીટ ફિલ્મ પછી અને હવે “ફક્ત પુરુષો માટે” લઈને આવી ગયા છે. તેઓ બોલિવૂડમાં પણ અમુક ફિલ્મમાં કો. પ્રોડ્યુસર રહી ચૂક્યા છે.

આ ફિલ્મનું સૌથી મુખ્ય આકર્ષણ છે અમિતાભ બચ્ચન એવું કહેવાય છે કે, અમિતાભ બચ્ચન જે ફિલ્મમાં હોય એ પારસમણિ બની જાય. એક સરસ મજાનો નાનો કીરદાર અમિતાભ બચ્ચનનો છે. આવો જ એક નાનો કીરદાર ફીલ્મ ગોડ તુસી ગ્રેટ હો 2008માં આ ફિલ્મમાં આવેલીએમાં હતો. આવો જ એક નાનો સરસ રોલ 2024માં ફક્ત મહિલાઓ માટેમાં કર્યો છે.

ફિલ્મ વિશે થોડી વાત કરીએ

દિગ્દર્શક તરીકે જય બોર્ડસ અને પાર્થ ત્રિવેદીની જોડીની સુંદર રજૂઆત ટૂંકી વાર્તા સાથે મનોરંજન ભરપૂર હોવાથી, દર્શકોને જરૂરથી પસંદ પડશે, સંગીત પણ મજા પડે તેવું છે, મતલબ દરેક પાસા મજબૂત છે, જ્યારે અમિતાભ બચ્ચન જેવું વ્યક્તિત્વ ગુજરાતી ફિલ્મમાં હોય એટલે ફિલ્મ અનેક વાર જોવાનું મન થાય એ સ્વાભાવિક છે. યસ સોની અને ઈશા કંસારાની જોડી દરેક પ્રકારની ફ્રેમમાં પોતાની હોય એવી લાગે છે, અમુક દ્રશ્યમાં તો બંનેની કેમેસ્ટ્રી આહલાદક લાગે છે. સાથે દર્શન જરીવાલા, અનુરાગ પ્રપનના, હેતલ મોદી, આરતી પટેલ, કમલ જોશી, આ દરેક કલાકારો પોતાના પાત્રને આબેહૂબ જીવી જાય છે. સ્પેશિયલ ગેસ્ટ તરીકે નહીં મલ્હાર ઠાકરનો અવાજ તમને કાગેશના આવાજ તરીકે સાંભળવા મળશે.

ફરી એકવાર ફિલ્મ સાથે જોડાયેલી તમામ વ્યક્તિ અને ટેકનિકલ સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન દરેક પ્રકારે ફિલ્મ હિટ  રહે તેવી તમામ શક્યતાઓ છે તો જલ્દીથી ફુલ ફેમિલી સાથે સાતમ આઠમની રજામાં માણી આવો જન્માષ્ટમી સુધરી જશે એની ગેરેન્ટી…!

 

 

 

 

**ફિલ્મ રીવ્યુ જયેશ વોરા**