અમદાવાદ : હિમાલયા મોલ PVR આઈનોક્ષ થિયેટર ખાતે ગુજરાતી ફિલ્મ “ઇલુ ઇલુ”નું ગ્રાન્ડ પ્રીમિયર યોજાયું
(Rizwan Ambaliya)
વેલેન્ટાઈન ડે પર એક સત્ય ઘટના પર આધારિત સુંદર મજાની ગુજરાતી ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે જેનું નામ છે. “ઇલુ ઇલુ”
સુરતનો એક સત્ય કિસ્સો છે જેમાં કે, વેવાઈ અને વેવાણ ભાગી ગયા હતા. આ સબ્જેક્ટને લઈને એક ફિલ્મ આવી ગઈ હતી. પરંતુ આનું ટીઝર જોઈને તમને લાગશે કે આ એ જ ફિલ્મ છે. પણ ભૂલ કરતા નહીં. બંનેની કથા વસ્તુ બિલકુલ અલગ છે. આ વસ્તુ પહેલા લખવી પડે છે કેમ કે, બંને ફિલ્મ બિલકુલ ડિફરન્ટ છે.
Film Review Jayesh Vora
વાત કરીએ થોડી ફિલ્મ વિશે…
ફિલ્મના મુખ્ય કલાકાર છે ભાવિક ભોજક જેમની આ લગભગ ત્રીજી ફિલ્મ છે. આંગણવાડી, મોનમ, લવ લગન ને લોચા અને હવે આ “ઈલુ ઇલુ” ફિલ્મ જેમણે ઘણા બધા આલ્બમ પણ કરેલા છે. ભાવિક ભોજક અહીંયા ત્રણ વર્ક કરી રહ્યા છે. પહેલું છે પ્રોડ્યુસર, લેખક તથા મુખ્ય કલાકાર એ રીતે ત્રેવડી ભૂમિકા કરી રહ્યા છે જે બહુ જ સુંદર કામ છે.
બીજી બાજુ ખુશ્બુ ત્રિવેદી છે જે મુખ્ય અભિનેત્રી તરીકે પહેલી ફિલ્મમાં છે. અગાઉ નાટક ટીમ લીમાં મુખ્ય રોલ કરેલો. એ પણ બહુ જ સુંદર કામ હતું. પોતાના રોલને સંપૂર્ણ ન્યાય આપેલ છે. તેઓ શોખથી પોતાનો વર કરી રહ્યા છે. મારી ભાણી છે અને ડેન્ટલ ડોક્ટર છે. ત્યારબાદ પૂજા ભાટ, ચેતન દવે, મૌલિક ચૌહાણ, ધ્રુવીકા કાચ વાલા, તપન પ્રજાપતિ, નૈસર્ગ ત્રિવેદી, સોનાલી લેલે દેસાઈ, હેમાંગ દવે, ફિરોઝ ઈરાની, અર્ચન ત્રિવેદી, ચેતન દૈયા, પ્રલય રાવલ, મનીષા નારકર, રક્ષા નાયક, પ્રલય રાવલ, અમિત મિશ્રા તથા બાળ કલાકાર વૈશવ પ્રતાગીર જેવા દરેક કલાકારોએ પોતાનું બેસ્ટમાં બેસ્ટ આપેલ છે.
વિશેષમાં હેમાંગ દવે પોતાના કેરેક્ટરમાં હંમેશા છવાયેલા રહે છે. રોલ નાનો હોય કે, મોટો પોતાની એક અલગ છાપ હંમેશા ક્રિએટ કરી જ લે છે જે પ્રેક્ષકોમાં છવાયેલા રહે છે. ફિરોઝ ઈરાની ઘણા વખત પછી એમની જૂની ફિલ્મોની યાદ આવી ગઈ તેમના સાથી કલાકારો એ વખતના કદાચ બહુ ઓછા લોકો હશે છતાં એમનું વર્ક દેખાઈ આવે છે.
કલાકારોની ચોઇસ જેમણે કરી છે અદભુત કરી છે સ્પેશિયલ એટલા માટે લખું છું કે, નિસર્ગ ત્રિવેદીનો યુવા કલાકારનો રોલ, સોનાલી લેલે દેસાઈનો યુવા રોલ, અર્ચન ત્રિવેદીનો યુવા રોલ એવા ફ્લેશબેક કલાકારની ચોઈસ બહુ જ સરસ કરવામાં આવી છે.
વાત બહુ સિમ્પલ છે સ્ટોરીની પણ તમને ઇંતેજારી રહેશે કે, હવે શું અને ક્લાઈમેક્સ જ્યારે તમામ વિચારો મુજબનો ના હોય ત્યારે એક ઝાટકો અચૂક લાગે. તો ખુબ સુંદર ફિલ્મ છે આટલી સુંદર ફિલ્મ અને જો એક મોકો નહીં મળે, પબ્લિક જોવાની જાય તો એક સુંદર ફિલ્મ નહીં જોવાનો વસ વસો તો રહેશે જ…પણ ફરીથી નિર્માતાઓ માટે આવી ફિલ્મો બનાવવાનું પણ અઘરું થઈ જાય. તો આપણે ગુજરાતી તરીકે આપણી ડ્યુટી તરીકે આપણું પોતાનું આપણી ભાષાનું મનોરંજન માણતા શીખવું જોઈએ.
ફિલ્મ સાથે સંકળાયેલ તમામ કલાકારો તથા ટેકનિકલ વર્ક કરનારાઓ તમામને આ ફિલ્મ માટે ખૂબ ખૂબ અભિનંદન🌹 તો જલ્દીથી તમારા આડોશી પાડોશી ફૂલ ફેમિલીને ફિલ્મ જલ્દી જલ્દી જોવા મોકલો…આપણી ફરજ છે કે, આટલી સુંદર ફિલ્મને એના મુકામ સુધી પહોંચાડીએ.