(રીઝવાન આંબલીયા)
ફિલ્મ “ફ્રેન્ડો” કોઈ એક વ્યક્તિની ન કહી શકાય… દરેક વ્યક્તિએ પોતાના રોલ પરફેક્ટ અને બેસ્ટ આપ્યા છે.
ટ્વિંકલ પટેલ જૅ ફિલ્મની હિરોઈન છે, રીલ બનાવતા બનાવતા રીલ હિરોઈનમાંથી રીયલ અને રોયલ હિરોઈન બની ગઈ.
PVR ખાતે ફ્રેન્ડો ગુજરાતી ફિલ્મનો જબરજસ્ત પ્રીમિયર શો યોજાયો હતો. ઘણા બધા માનનીય કલાકારો પણ હાજર રહ્યા હતા. ફિલ્મ પૂરી થયા બાદ લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ચિચિયારી અને બુમા બુમ કરીને લોકોએ પોતાની ખુશી વ્યક્ત કરી પબ્લિકમાં એક અનોખું ઝોમ મળી ગયું હોય તેમ ઉત્સાહપૂર્વક ફિલ્મને વધાવી લીધી હતી.
વાત કરીએ થોડી ફિલ્મ વિશે…
ડિરેક્ટર પ્રિયદર્શનની ફીલ્મ હોય તેવી એક સિમ્પલ સ્ટોરીને ખુબ સરસ માવજત આપી છે. ચાર મિત્રો છે, જે કંઈ જ કામ કરતા નથી નવરી બજાર જેવા… હસી મજાક સિવાય એમની બીજી કોઈ લાઈફ નથી. ગામમાં એકબીજાની ઠેકડી ઉડાડવા સિવાય બીજો કોઈ ધંધો નથી. એવામાં એક સુંદર મજાની છોકરીની એન્ટ્રી થાય છે. એટલે કે, ટ્વિંકલ પટેલ અને તેને પામવા માટે અનેક પ્રકારનું જૂઠું બોલીને લગ્ન કરવા એ જ હેતુ અને ત્યારબાદ જે કોમેડી ચક્કર ચાલુ થાય છે. પછી ચક્કરોમાં ફસાઈ જાય છે. એક ચક્કરમાંથી નીકળો એટલે બીજું ચાલુ. એ જોવાની બહુ મજા છે.
દરેક કલાકાર પોતાની રીતે કોમેડીના બાદશાહ એવા કલાકારો કોમેડી ફેક્ટરી તરીકે ઘણા બધા શોમાં કામ કરેલું છે એટલે ફિલમ રિયલ કોઈ અલગ લેવલની બની છે.. આ બધાની વચ્ચે રાગી જાની પોતાનો સ્પેશિયલ પરફોર્મન્સ છોડી જાય છે.
વિપુલ શર્મા જેઓ આ ફિલ્મના ડિરેક્ટર છે. આ ફિલ્મ કોઈ એક વ્યક્તિની ના કહી શકાય દરેક વ્યક્તિએ પોતાના રોલ પરફેક્ટ અને બેસ્ટ આપ્યા છે. તેમની લગન અને બિન્દાસ જે શૂટિંગમાં અનુભવ થયા તે પબ્લિક સાથે શેરિંગ કરીને અમને અને તેમને ખુબ મજા પડી..
ફિલ્મ સુપરહિટ રહેવાની જ છે. દરેક મસાલો છે જ ખાસ જોવા જજો ઘણા સમયથી હસ્યા ના હોય તો ખાસ જોવા જજો. ફેફસામાં નવું ઓક્સિજન મળી જશે મજા આવશે. મગજને તકલીફ આપતા નહીં… કેમ કે, હસવું અને વિચારવું એ બંને પ્રક્રિયા સાથે ક્યારેય નહીં થાય.
પ્રોડ્યુસર તરીકે ડોક્ટર બંસરી પટેલ અને રાજુ રઈડા.. ટ્વિંકલ પટેલ જૅ ફિલ્મની હિરોઈન છે, રીલ બનાવતા બનાવતા રીલ હિરોઈનમાંથી રીયલ અને રોયલ હિરોઈન બની ગઈ. ઘણો સારો રોલ મળવાની સાથે તેમણે નિભાવી પણ જાણ્યું છે. આટલા મોટા કલાકારો સાથે કામ કરીને અનુભવથી તેમની આગળની જર્ની સરસ રહે તેવી શુભકામના ..🌹
તુષાર સાધુ જેઓ વિપુલભાઈ શર્માના હંમેશાં પેટર્ન હીરો રહ્યા છે. માટે આમાં હોવા છતાં સ્ટોરી એક અલગ પ્રકારની હતી અને એક અલગ પ્રકારના રોલ હતો એટલે તેઓ પણ છવાયેલા રહ્યા. કામ કરવાની ખુશી અલગ રહી જે તેઓએ વ્યક્ત કરી હતી. દીપ વૈધ કંમઠાણમાં મોટા કલાકારો સાથે પણ એમની બેસ્ટ આપવામાં સફળ રહ્યા. તેવી જ મહેનત અને રજૂઆત સાથે તમને અહીંયા જોવા મળશે. બાકી તુષાર સાધુ, ટ્વિંકલ પટેલ, કુશલ મિસ્ત્રી, જય પંડ્યા, દીપ વૈધ, ઓમભટ્ટ, રાગી જાની, જૈમીની ત્રિવેદી, પ્રશાંત બારોટ, અંશુ જોશી, ખાસ શિવાની પાંડે, અતુલ, સતિષ ભટ્ટ જેવા આ દરેક કલાકારોએ પોતાની બેસ્ટમાં બેસ્ટ પર્ફોર્મન્સ આપી છે ફિલ્મ એક અલગ લેવલની બનાવી છે. ખાસ જોઇ આવજો નારાજ નહીં થાવ તેની ગેરંટી…..!
Film review Jayesh Vora