સતત વધી રહેલા ભાવ બાદ હવે અચાનક સરકારે લોકો માટે મોટી જાહેરાત કરી છે.
એલપીજી ગેસ સિલિન્ડર, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે.
ગેસ સિલિન્ડર પર 200 રૂપિયા સબસિડીમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
નાણામંત્રીની મોટી જાહેરાત
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે પેટ્રોલ, ડીઝલ અને એલપીજી સિલિન્ડરના નવા ભાવ શનિવાર રાતથી લાગુ થશે. ઘણા સમયથી લોકો ઈંધણ (પેટ્રોલ, ડીઝલ, ગેસ)ની મોંઘવારી અંગે સરકાર પાસેથી ફરિયાદો કરતા હતા. પરંતુ હવે સરકારે આ મામલે મોટું પગલું ભરીને આ નિર્ણય લીધો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જયપુરમાં કહ્યું હતું કે તેમણે સામાન્ય માણસની સુખાકારી વિશે વિચારવું પડશે. જે બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે આ નિર્ણય લીધો છે. તેમણે નવેમ્બર પછી બીજી વખત એક્સાઈઝ ડ્યુટી ઘટાડીને વધતી મોંઘવારી પર લગામ લગાવવાનું કામ કર્યું છે. સ્વાભાવિક છે કે આ નિર્ણયથી લોકોને મોટી રાહત મળી છે.
સરકાર 200ની સબસીડી આપે છે
ગેસ સિલિન્ડરના ભાવની વાત કરીએ તો તેમાં સામાન્ય લોકોને મોટી રાહત મળી છે. 200 પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ વિશે માહિતી આપવામાં આવી છે કે સરકારે આ 200 રૂપિયા સબસિડી તરીકે આપવાનો નિર્ણય કર્યો છે. પરંતુ સરકારના આ નિર્ણયનો લાભ માત્ર ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ જ લઈ શકશે. સાથે જ વર્ષમાં માત્ર 12 સિલિન્ડર માટે 200 રૂપિયાની સબસિડી મળશે.
શું કહ્યું કેન્દ્રીય નાણામંત્રીએ
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું, ‘અમે પેટ્રોલ પર 8 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લિટર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટી ઘટાડી રહ્યા છીએ. આનાથી પેટ્રોલની કિંમતમાં 9.5 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો થશે. તેમણે વધુમાં કહ્યું, ‘આ વર્ષે અમે 9 કરોડથી વધુ લોકોને (પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થી) પ્રતિ ગેસ સિલિન્ડર (12 સિલિન્ડર સુધી) 200 રૂપિયાની સબસિડી આપીશું.