Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

ગ્રેટ ગુજરાતી ફિલ્મ ‘ઝમકુડી’નો PVR ખાતે પ્રીમિયર યોજાયો

(રીઝવાન આંબલીયા)

ગ્રેટ ગુજરાતી ફિલ્મ ‘ઝમકુડી’નો પ્રીમિયર પીવીઆર ખાતે છ થીયેટરમાં હાઉસફુલ પ્રીમિયર યોજાઈ ગયો

થોડી વાત કરીએ ફિલ્મ વિશે…

સૌપ્રથમ તો આટલી સુંદર ફિલ્મ પ્રોડ્યુસ કરવા માટે પાર્થિવ ગોહિલ અને માનસી બંનેને ખૂબ ખૂબ અભિનંદન.
Director, UMANG VYAS સ્પેશિયલ અભિનંદન ઉમંગ વ્યાસ જેવો અગાઉ વેન્ટિલેટર, ડીયર ફાધર, બોલીવુડની મોહેંજોદરો, મજાલ હૈ, જેવી હિટ ફિલ્મોનું ડિરેક્ટ કરી ચૂક્યા છે કોઈપણ જાતનો સમય નહીં બગાડતા સ્ટોરી તરત જ ચાલુ થઈ જાય છે અને છેક સુધી અલ્ટીમેટ વર્ક દેખાઈ આવે છે. ગુજરાતી ફિલ્મ ઉપર ગર્વ થાય તેવી વાત છે નીચે ઇંગ્લિશમાં સબ ટાઈટલ આવતા હોવાથી મેગાસિટીમાં પણ બહુ ફરક પડશે, ગ્રેટ સેલ્યુટ વર્ક…

એક આપણું જૂનું ફોક સોંગ છે “એક રાજા ને સો સો રાણી ઝમકુડી રે ઝમકુડી” આ એક નાના ટાઈટલને લઈને જોરદાર સ્ટોરી લખવામાં આવી છે ઓજસ રાવળની એક ટેગ લાઈન છે નાટકની • હસતા હસતા ડરાવે અને ડરતા ડરતા હસાવે • • આની સાથે સરસ મજાની કોમેડી સાથે સુંદર વાર્તાની તૈયારી સાથે ચાલુ થાય છે, કોઈપણ જાતની અતિશયોક્તિ વગર ભૂલભૂલૈયાની યાદ આવી જાય તેવી ફોટોગ્રાફી નાઈટ વિઝન કેમેરા પર ગ્રેટ, એક સસ્પેન્સ અને હોરર ફિલ્મને જોઈએ તેવી દરેક ઇફેક્ટ સાથેની મનોરંજન ફિલ્મ એટલે ‘ઝમકુડી’.

થોડી વાત કરીએ ફિલ્મ વિશે એક રાજા હોય તેની સો રાણી હોય એમાંથી એક રાણી ડાકણ બને ઝમકુડી હવે કેમ ઝમકુડી બને, કેમ ડાકણ બને, આ બધી ઉખાણાનો અંત એટલે ફિલ્મ જોવા જવું, થિયેટરમાં જ જોવા જજો અને ફેમિલી સાથે જ જોવા જજો. સરસ માવજતની સાથે એક મેસેજ સ્ત્રી-સશક્તિકરણ વિશે પણ છે, જુના જમાનાની વાત સાથે, એક મજ્જાની ફિલ્મ એટલે ‘ઝમકુડી’.

પ્રોડ્યુસ પાર્થિવ ગોહિલ અને માનસી પારેખ અને ઉમંગ વ્યાસના દિગ્દર્શન વાળી આ ફિલ્મમાં હોરર, કોમેડી, પ્રેમ, લાગણી, ડ્રામા & ઈમોશન્સ એમ બધો જ મસાલો છે. ફિલ્મના મુખ્ય કલાકારોમાં નવોદિત વિરાજ ઘેલાણી, લોકોનું ધ્યાન ખેંચવામાં અને ગોવિંદા જેવી છાપ બનાવવામાં સફળ રહ્યા સાથે ઓજસ રાવળ એટલે ગોવિંદા અને શક્તિ કપૂરની જોડી જેવી. માનસી પારેખ, હંમેશાની જેમ સદાબહાર સંજય ગોરડિયા, નાના રોલમાં પણ લોકોને યાદ રહી જાય ભાવિની જાની હંમેશા યાદ રહી જાય અને ચેતન દૈયા ઇન્સ્પેક્ટર તરીકે કોમેડી પાત્ર છે. બાકી કલાકારોમાં કૃણાલ પંડિત, નિસર્ગ ત્રિવેદી, જયેશ મોરે, સંજય ગલસર, ભૌમિક આહીર તથા હેતલ મોદી થિયેટર આર્ટિસ્ટ હોવાથી બધા પોતપોતાના રોલમાં પરફેક્ટ વર્ક કરે છે આટલા બધા જાણીતા કલાકારોની રીયલ એક્ટિંગ અને સ્ક્રિન પ્રેઝન્સના લીધે નોંધપાત્ર ફિલ્મ ખરેખર રસપ્રદ બની છે.

રાણીવાડા ગામ અને ગામની (હવેલી)ઝમકુડી’ નામની ડાકણ, રાણીવાડામાં જે ગરબા રમે તેને ‘ઝમકુડી’ ગાયબ કરી દે… થોડીવાર જાની દુશ્મન યાદ આવી જાય, હવેલીના રિડેવલોપમેન્ટ માટે બે યુવાન શહેરથી આવે છે અને જાણે છે, આ ભેદી ઘટના વિશે, હવે આ બે યુવકો સાથે લંડનથી આવેલ યુવતી અને ગામ લોકો સાથે મળીને આ ‘ઝમકુડી’ (ડાકણ)નો ભેદ ઉકેલવાનું બીડું ઝડપે છે. કોણ, શું કામ, નવરાત્રી ખતરનાક બને છે..? ઘટનાઓનું રહસ્ય..? આ બધા સવાલોના જવાબ તમને ફિલ્મમા મળશે.

ફિલ્મનું સંગીત અને બેક ગ્રાઉંડ મ્યુઝિક જબરજસ્ત છે, ફિલ્મના ગીતો મજા કરાવે એવા છે. ફિલ્મમાં આવતો એક ગરબો ટાઈટલ સોંગ મજાનો છે. ફિલ્મ સડસડાટ ચાલે છે અને ક્લાઇમેક્સ તો જબરદસ્ત છે. ‘ઝમકુડી’ એક હોરર કોમેડી જૌનરની ફિલ્મ હોવાથી બાળકોથી માંડીને મોટેરાઓને પણ મજા કરાવે એવી છે. પુરા પરિવાર સાથે જોઈ શકાય એવી, કોમેડી, પ્રેક્ષકોને ખુબ હસાવતી, ડરાવતી અને એન્ડ સુધી બાંધી રાખતી ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ આ ફિલ્મ ચોક્કસથી જોવા જજો. ટુંકમા એક અસલ ગુજરાતી ભૂલ ભુલૈયા..!

 

(ફોટોગ્રાફી: જયેશ વોરા)