Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન Entertainment

ફિલ્મ ‘સિંઘમ અગેન’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું, તમામ સ્ટાર્સ એક્શન અવતારમાં જાેવા મળ્યા

નિર્માતાઓએ ૪ મિનિટ ૫૮ સેકન્ડનું ટ્રેલર રિલીઝ કર્યું છે, જે અત્યાર સુધીનું સૌથી લાંબુ ટ્રેલર છે. આટલું મોટું ટ્રેલર આ પહેલા ભાગ્યે જ આવ્યું હશે.

મુંબઈ,તા.૦૮
દિવાળીના અવસર પર ૧ નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ ‘સિંઘમ અગેન’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. રોહિત શેટ્ટીએ અજય દેવગન, અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ, અર્જુન કપૂર, રણવીર સિંહ સહિતના તમામ સ્ટાર્સને એક્શન અવતારમાં રજૂ કર્યા છે.

આ ટ્રેલર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થવા લાગી. જાે કે, અજય કરતાં વધુ અન્ય અભિનેતા હેડલાઇન્સ બનાવી રહ્યા છે. એ અભિનેતા બીજું કોઈ નહીં પણ અક્ષય કુમાર છે. ‘સિંઘમ ૩’નું ટ્રેલર જાેયા બાદ લોકો સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ટ્રેલરમાં દેખાડવામાં આવેલા હેલિકોપ્ટર સાથે અક્ષયની એન્ટ્રીના સીનને લોકોએ વધાવી લીધો છે. ચાલો જાણીએ કે, લોકો આ ટ્રેલર વિશે શું લખી રહ્યા છે.

એક એક્સ યુઝરે લખ્યું, “અક્કીની એન્ટ્રી સીન આખા ટ્રેલરને આવરી લે છે.” અન્ય યુઝરે અક્ષયના એન્ટ્રી સીનને આ ટ્રેલરનો સૌથી વધુ હાઇલાઇટ કરેલ ભાગ ગણાવ્યો હતો. અન્ય એક યુઝરે લખ્યું, “વીર સૂર્યવંશી તરીકે અક્ષયે કેટલી શાનદાર એન્ટ્રી કરી છે.” અક્ષયના પાત્રને લઈને લોકોની આવી વધુ પ્રતિક્રિયાઓ જાેવા મળી રહી છે. નિર્માતાઓએ ૪ મિનિટ ૫૮ સેકન્ડનું ટ્રેલર રિલીઝ કર્યું છે, જે અત્યાર સુધીનું સૌથી લાંબુ ટ્રેલર છે. આટલું મોટું ટ્રેલર આ પહેલા ભાગ્યે જ આવ્યું હશે. તેના પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું કે, “એટલું મોટું અને લાંબુ ટ્રેલર આપવામાં આવ્યું છે કે, જાણે આ છેલ્લી બોલિવૂડ ફિલ્મ હોય તેવું લાગે છે.”

અર્જુન કપૂર વિશે, એક યુઝરે લખ્યું, “ટ્રોલ થવાથી લઈને તે બતાવવા સુધી કે, તે શું કરી શકે છે. આ માણસ ખરેખર આદરને પાત્ર છે.” આ એક મલ્ટી-સ્ટારર ફિલ્મ છે અને આ ટ્રેલરમાં આ ફિલ્મનો ભાગ બનેલા તમામ સ્ટાર્સને બતાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં આને લઈને મીમ્સ પણ બનાવવામાં આવી રહ્યા છે. તે મીમ શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી. જાે કે, કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા ૩’ પણ દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. એટલે કે, કાર્તિક અને અજયની ફિલ્મ વચ્ચે ટક્કર થશે. આ મુકાબલામાં કોણ જીતે છે તે જાેવું રહ્યું. ‘ભૂલ ભુલૈયા ૩’નું ટ્રેલર આવવાનું બાકી છે.

 

(જી.એન.એસ)