Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : “ઈદ-એ-મિલાદુન્નબી” નિમિત્તે “ક્લીન એન્ડ ગ્રીન ફાઉન્ડેશન” દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

છેલ્લા આઠ વર્ષથી “કલીન વટવા ગ્રીન વટવા ગ્રુપ” દ્વારા “ઈદેમિલાદ” નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

અમદાવાદ,તા.૧૬ 

અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં “કલીન વટવા ગ્રીન વટવા ગ્રુપ” દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવતાનો સૌથી શ્રેષ્ઠ સંદેશ આપનારા રહેમતુલ્લીલ આલમીન ઇસ્લામ ધર્મના મહાન પૈગમ્બર હઝરત મુહમ્મદ મુસ્તફા  (સલલ્લાહો અલયહી વસલ્લમ)ના જન્મ દિવસે એટલે કે, “જશને ઈદેમિલાદ”ના પ્રસંગે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું.

ક્લીન વટવા ગ્રીન વટવા ગ્રુપ દ્વારા યોજાયેલા બ્લડ ડોનેશન કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને સ્થાનિક યુવકોએ ઉત્સાહભેર ભાગ લઈને થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે બ્લડ ડોનેશન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, એક જ દિવસના આ બ્લડ ડોનેશન કેમ્પમાં  થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે રેકોર્ડબ્રેક 1221 બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. છેલ્લા આઠ વર્ષથી “કલીન વટવા ગ્રીન વટવા ગ્રુપ” દ્વારા “ઈદેમિલાદ” નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેને લોકો તરફથી ખુબ જ સારો પ્રતિસાદ મળે છે. ત્યારે સામાજિક સેવાના કાર્યો કરતી સંસ્થાની ઉત્તમ કામગીરીની લોકોએ પ્રશંસા કરી હતી.