14 નવેમ્બરે દેશભરમાં ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના સન્માનમાં “Children’s Day”ની ઉજવણી કરવામાં આવે છે.
આ દિવસે શાળાઓમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તે જ સમયે, ઘણી જગ્યાએ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે.
“Happy Children’s Day 2024”
અમદાવાદ,તા.૧૪
દર વર્ષે ૧૪મી નવેમ્બરે દેશભરમાં “બાળ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે દેશની વિવિધ શાળાઓમાં “Children’s Day”ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના સન્માનમાં ઉજવવામાં આવે છે. આ દિવસે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનો જન્મ થયો હતો. તેમનો જન્મ ૧૪ નવેમ્બર, ૧૮૮૯ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થયો હતો.
પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને ‘ચાચા નેહરુ’ પણ કહેવામાં આવતા હતા. કારણ કે, તેઓ બાળકોમાં ખૂબ જ લોકપ્રિય હતા. તેઓ બાળકોને દેશની ભાવિ સંપત્તિ માનતા હતા. તેઓ માનતા હતા કે, દેશના બાળકો માટે શિક્ષણ સૌથી મહત્વની બાબત છે.
“બાળ દિવસ” (Children’s Day) બાળકોના અધિકારો, સંભાળ અને શિક્ષણ વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે. બાળકો દેશનું ભવિષ્ય છે અને તેને ધ્યાનમાં રાખીને દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસ એ વિચારનું પણ પ્રતિનિધિત્વ કરે છે કે, તમામ બાળકોને તેમની જાતિ, ધર્મ, સામાજિક-આર્થિક સ્થિતિ અથવા રાજકીય સ્થિતિને ધ્યાનમાં લીધા વિના આરોગ્ય સંભાળ, શિક્ષણ અને સ્વચ્છતા સહિતની આવશ્યક સુવિધાઓ મેળવવાનો અધિકાર છે.