અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશમાંથી હેમખેમ પરત ફરે તે માટે રિપબ્લિક હાઈસ્કુલના બાળકોએ પ્રાર્થના કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રાર્થના કરતા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય અને સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીએ અવકાશ યાત્રા વિશે માહિતી આપી હતી.
અમદાવાદ,તા.3
શહેરની મધ્યમાં લાલ દરવાજા વીજળી ઘરની સામે આવેલી રીપબ્લિક શાળામાં અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
આ પ્રાર્થનામાં ભેગા થયેલા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા બે મહિના કરતાં પણ વધુ સમયથી અવકાશમાં અટવાયેલી સુનીતા વિલિયમ્સ વહેલી તકે પૃથ્વી પર પરત ફરે અને ભવિષ્યમાં વૈજ્ઞાનિકોની અવકાશ મુસાફરી સહી સલામત બને તેવી આશા સાથે પ્રાર્થના કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ માટે પ્રાર્થના કરતા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય અને સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીએ અવકાશ યાત્રા વિશે માહિતી આપી હતી.