Safeer News

Breaking News from Ahmedabad

Sports રમતગમત

Asia Cup 2022 : આ પાંચ બેટ્સમેનોના પ્રદર્શન પર રહેશે નજર, ટૂર્નામેન્ટમાં બનાવી શકે છે સૌથી વધુ રન

એશિયા કપની શરૂઆત 27 ઓગસ્ટથી થવા જઇ રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાશે.

એશિયા કપની શરૂઆત 27 ઓગસ્ટથી થવા જઇ રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાશે. આ વખતે એશિયા કપમાં તમામ ટીમ પાસે કેટલાક એવા સ્ટાર બેટ્સમેન છે જેમની પર તમામની નજર રહેશે. આ બેટ્સમેન ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવી શકે છે. આવો જાણીયે કોણ છે તે પાંચ ખેલાડી, જે આ વખતે એશિયા કપ 2022માં સૌથી વધુ રન બનાવી શકે છે.

બાબર આઝમ

ટી-20 રેન્કિંગમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમની બાદશાહતથી દરેક કોઇ વાકેફ છે. તે વર્તમાનમાં ટી-20 રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર છે. બાબર આઝમ ટી-20માં સતત સારૂ પ્રદર્શન કરતો આવ્યો છે, તેને અત્યાર સુધી પાકિસ્તાન માટે 74 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે જેમાં 45ની શાનદાર એવરેજથી 2686 રન બનાવ્યા છે. બાબર આઝમ ટી-20માં સદી પણ ફટકારી ચુક્યો છે, તેનો ટી-20માં સર્વશ્રેષ્ઠ સ્કોર 122 રન છે.

સૂર્યકુમાર યાદવ

ભારતના સ્ટાર ટી-20 બેટ્સમેન અને મિસ્ટર 360 ગણાતા સૂર્યકુમાર યાદવ પણ એશિયા કપ 2022માં પોતાના બેટથી કમાલ કરી શકે છે. સૂર્યકુમાર યાદવે અત્યાર સુધી ભારત માટે 23 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેને 672 રન બનાવ્યા છે. બીજી તરફ ટી 20માં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 117 રન છે.

મોહમ્મદ રિઝવાન

પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન એશિયા કપ પહેલા પ્રેક્ટિસ કરી રહ્યો છે. ટી-20 વર્લ્ડકપ 2021માં રિઝવાને ભારત વિરૂદ્ધ શાનદાર બોલિંગ કરતા પાકિસ્તાનને એક તરફી જીત અપાવી હતી. બીજી તરફ તે એશિયા કપ 2022માં પણ બેટથી ધમાકો કરી શકે છે. તમને જણાવી દઇએ કે મોહમ્મદ રિઝવાને પાકિસ્તાન માટે અત્યાર સુધી 56 ટી-20 મેચ રમી છે, જેમાં તેને 50ની એવરેજથી 1662 રન બનાવ્યા છે. રિઝવાન ટી-20માં પાકિસ્તાન માટે સદી પણ ફટકારી ચુક્યો છે.

રોહિત શર્મા

ભારતના કેપ્ટન રોહિત શર્મા એશિયા કપમાં પોતાના બેટથી વિરોધી ટીમમાં ડર બનાવી શકે છે. તે દુનિયાના ખતરનાક બેટ્સમેનમાંથી એક ગણાય છે, તેને અત્યાર સુધી 132 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ ભારત માટે રમી છે, જેમાંથી તેને 4 સદી ફટકારી છે. તે ટી-20માં 3487 રન બનાવી ચુક્યો છે. ટી-20માં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 118 રન છે.

શાકિબ અલ હસન

એશિયા કપમાં બાંગ્લાદેશની કમાન સંભાળનારા દિગ્ગજ ઓલ રાઉન્ડર શાકિબ અલ હસન આ વખતે બાંગ્લાદેશને પ્રથમ વખત એશિયા કપ જીતાડવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. શાકિબ અલ હસન બાંગ્લાદેશ તરફથી અત્યાર સુધી કુલ 99 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં તેણે 2010 રન બનાવ્યા છે. ટી 20માં શાકિબનો સર્વશ્રેષ્ઠ સ્કોર 84 રન છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *