Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : રાયખડ વિસ્તારમાં રોગચાળો અટકાવવા ઝુંબેશ હાથ ધરાઈ

હંમેશા જાગૃત નાગરિક તરીકે પોતાની ફરઝ નિભાવતા, સમાજ સેવા કરતા, લોકોના પ્રશ્નો હલ કરતા એવા સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીને AMCની ટીમે સાથે લઈ રાયખડ વિસ્તારમાં સાફ-સફાઈ પ્રત્યે જાગૃત કર્યા હતા.

અમદાવાદ,તા.૧૭ 

અમદાવાદ શહેરમાંથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને ડામવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરાઈ રહી છે.

આ અંતર્ગત રાયખડ અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારી એપીક ડબલ્યુ વિનિતા અને આશા વર્કર વિજયાબેન મકવાણાએ હંમેશા જાગૃત નાગરિક તરીકે પોતાની ફરઝ નિભાવતા, સમાજ સેવા કરતા, લોકોના પ્રશ્નો હલ કરતા એવા સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીને સાથે લઈ રાયખડ કોટની રાંગ, સૈયદ વાડ, પુંજાલાલની ચાલી અને જાંબુડાનું ડહેલું સહિત વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોને સાફ-સફાઈ પ્રત્યે જાગૃત કર્યા હતા. તેમજ પાણીની ટાંકીમાં મચ્છરોના પોરા થતા અટકાવવા પાણીમાં મમરી નાખવામાં આવી હતી.