Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

મોલ, શાળા, ગોડાઉન, એરપોર્ટ, સ્ટેશન સહિત હાઈરાઈઝ બિલ્ડીંગમાં લોકોને નજર આવે એ રીતે ફાયર એનઓસીના બોર્ડ લગાવવા પડશે : AMC

અમદાવાદ,
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મોટો અને ખુબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્પોરેશન કમિશનરે હવે આદેશ કર્યો છે કે, શહેરના તમામ મોલ, શાળા, ગોડાઉન, એરપોર્ટ, રેલવે અને બસ સ્ટેશન સહિત હાઈરાઈઝ બિલ્ડીંગમાં લોકોને નજર આવે એ રીતે ફાયર એનઓસીના બોર્ડ લગાવવા પડશે.

રાજ્ય સરકારે પણ ફાયર સેફ્‌ટી બાબતે કડક પગલાં હાથ ઘર્યા છે. જેને લઈ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ ફાયર સેફ્‌ટી બાબતે હવે મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ હવે આગામી દિવસોમાં મહત્વના તમામ જાહેર સ્થળો કે, જ્યાં ભીડ એકઠી થતી હોય અને ફાયર એનઓસીની જરુર હોય ત્યાં એ એનઓસી નજર આવે એમ બોર્ડ લગાવવા પડશે અને સમયાંતરે તંત્ર દ્વારા તેનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે.

 

(જી.એન.એસ)