(અમિત પંડ્યા)
આ અકસ્માતમાં એક વાહનચાલક નિશીત ભાવસાર નામના ૪૫ વર્ષના યુવાનનું મોત નીપજીયું છે.
આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ઈજા પણ થઈ હતી જેમા એક મહિલાનો હાથ કચડાયો છે જેને ઓપરેશન હેઠળ લાવવામાં આવી છે.
અમદાવાદ,તા.૩૧
શહેરના જશોદાનગર ચાર રસ્તા પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના કચરો લઈ જતા ડમ્પરે કેડિલા ઓવરબિજના છેડે ઉતરતા 6 વાહનોને અડફેટે લીધા હતા. જેમાં બે કાર અને રિક્ષા સાથે ત્રણ બાઈકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક વાહનચાલક નિશીત ભાવસાર નામના ૪૫ વર્ષના યુવાનનું મોત નીપજીયું છે. જ્યારે બે ઈજાગ્રસ્તોની એલ.જી હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે, અને એક મહિલાનો હાથ ડમ્પરના ટાયર નીચે આવતા તેને ઓપરેશન હેઠળ લાવવામાં આવી છે.
આ અકસ્માત જોતા ગુસ્સે ભરાયેલા લોકોએ ડમ્પરચાલક પર પથ્થરમારો કરતા તે ટોળામાંથી બચી ભાગવા જાય તે પહેલા લોકોએ ઝડપી પાડયો હતો. ઇજાગ્રસ્તોને 108માં લઈ જવાયા હતા જ્યાં એકની હાલત નાજુક બતાવવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ડમ્પરે વાહનોને 100 ફુટ સુધી ઢસડતા વાહનચાલકોએ તેને રોક્યો હતો. જશોદાનગર ચાર રસ્તા પર ભારે ટ્રાફિક જામ થયો હતો ટ્રાફિક પોલીસ જવાનોએ આવી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી.