અમદાવાદ,
કોરોના કાળમાં લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. જેમાં પેટ્રોલ, ડિઝલ, રાંધણ ગેસ, દૂધ સહિતની જીવન જરૂરીયાત વસ્તુના ભાવ સતત વધી રહ્યા છે. આવા કપરા સમયમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયો છે.
સતત વધી રહેલી મોંઘવારીને જોતાં શહેરના દરિયાપુર, પ્રેમ દરવાજા ખાતે “ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન” (AIMIM) દ્વારા “પેટ્રોલ, ડિઝલ, દૂધ કે દામ કમ કરો”, “બહોત હુઈ મહેંગાઈ કી માર અબ કી બાર બદલ દો સરકાર”, “જનતા કે સમ્માન મે AIMIM મેદાન મે” જેવા હાથમાં બેનરો લઈ જીવન જરૃરિયાતની વસ્તુના વધી રહેલા ભાવ અંગે સરકાર સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.