Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ સેશન્સ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો : હત્યાના કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા

અમદાવાદ,

એક પીડિત માતાને ન્યાય અપાવવા માટે એડવોકેટ શમશાદ પઠાણ, એડવોકેટ ઇમ્તિયાઝ ખાન અને એડવોકેટ અસલમ બેલીમ સહિત સરકારી વકીલ એન.વી.ચૌહાણ કોર્ટમાં તમામ સાક્ષીઓને તપાસ્યા હતા, નિવેદનો નોંધ્યા હતા અને તેમના વતી કેસ લડ્યા હતા.

સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ બી.બી. જાદવે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. જેમાં તેઓએ હત્યાના કેસમાં 3 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી જેમાં ફરિયાદી અને સાક્ષી વિરુદ્ધ તેમના નિવેદનો પાછા ખેંચવા બદલ કાર્યવાહી કરવાનો આદેશ પણ આપ્યો હતો.

આ કેસમાં પીડિતના વકીલ એડવોકેટ શમશાદખાન પઠાણે જણાવ્યું હતું કે, 20 માર્ચ 2019ના રોજ રમઝાન મહિના દરમિયાન અસલમ પઠાણ તેના પિતરાઈ ભાઈ સાથે ઈફ્તાર માટે સામાન ખરીદવા માટે બહાર ગયો હતો. ત્યારે આરોપીઓ મુબારક, સાજીદ અને આસિફે તેઓને રોક્યા હતા. તે જ સમયે, પારિવારિક વિવાદના મુદ્દે ઝઘડો થયો હતો. તે દરમિયાન આરોપીઓએ મૃતક પર હુમલો કર્યો હતો.

જો કોઈ માતાના પુત્રને મારી નાખે અને તે ન્યાય માટે લડી રહી હોય અને જ્યારે તેને ન્યાય મળે તો તેની ખુશી શું હોય છે તે તમે આ ફોટામાં જોઈ શકાય છે.

શું હતો કેસ..?

કેસની વિગતો પ્રમાણે એક યુવકની 2019માં હત્યા કરાઇ હતી. અમદાવાદના રહેવાસી અસલમખાન પઠાણની રમઝાનના મહિનામાં વટવા કેનાલ પાસે હત્યા થઇ હતી. અસલમખાનની માતા લાઈકાબાનું છેલ્લા 5 વર્ષથી ન્યાય મેળવવા માટે કોર્ટના ચક્કર લગાવી રહી હતી. આવી સ્થિતિમાં અમદાવાદની સિટી સિવિલ અને સેશન્સ કોર્ટના ન્યાયાધીશ બી.બી. જાદવે અસલમખાનની હત્યાના ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી અને ટ્રાયલ દરમિયાન નિવેદનોથી પલટી જનારા ફરિયાદીઓ અને સાક્ષીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

આ ઘટનાના 6 દિવસ પછી હુમલામાં ઘાયલ અસલમખાન પઠાણનું મોત થયું હતું. આ અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં કલમ 302 હેઠળ ફરિયાદ નારોલ પોલીસ દ્વારા નોંધવામાં આવી હતી. સિટી એન્ડ સિવિલ સેશન્સ કોર્ટ દ્વારા તમામ સાક્ષીઓ સમક્ષ આપેલા નિવેદનને ધ્યાને લઈ આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને સેશન્સ કોર્ટે હત્યાના ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.

નિવેદનથી ફરી જતા સાક્ષીઓ ઉપર કાર્યવાહીનો ફરમાન 

મુખ્ય ફરિયાદીએ ડોક્ટર અને પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું અને પાછળથી તેઓ કોર્ટમાં પોતાના નિવેદનથી ફરી ગયા હતા. જે વાત ન્યાયાધીશ બી.બી જાદવને ધ્યાને આવતા તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. જેમાં તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે સાથે સાથે તેઓને 6 મહિનાની સજા પણ થઇ શકે છે.