અમદાવાદ પોલીસ કમિશનરે દારૂ, જુગાર સહિતની ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ બંધ કરાવવા પરિપત્ર જાહેર કર્યો
અમદાવાદ,તા.૨૯
પરિપત્રમાં શહેરના પોલીસના અધિકારીઓ અસામાજિક પ્રવૃતિઓ ડામવા નિષ્ફળ રહ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં ગુનાખોરીને ડામવા માટે ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં કોઈ પણ જગ્યાએ દારૂ અને જુગાર સહિતની બદી નાથવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ આકરા પાણીએ દેખાઈ રહ્યું છે.
અમદાવાદ પોલીસ કમિશનરે શહેરના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ માટે એક પરિપત્ર જાહેર કર્યો છે. પોલીસ કમિશનરે ડીસીપી, એસીપી અને થાણા ઇન્ચાર્જને સૂચના આપીને પોતાના વિસ્તારમાં ચાલતા દારૂ, જુગાર સહિતની ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ બંધ કરાવવા પરિપત્ર જાહેર કર્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની અમદાવાદમાં સતત કાર્યવાહી બાદ એક પરિપત્ર જાહેર કરાયો છે.
અમદાવાદ પોલીસ કમિશનરે પરિપત્ર જાહેર કરીને તમામ અધિકારીઓને સૂચના આપી દીધી છે. જેમાં ડીસીપી, એસીપી અને થાણા ઇન્ચાર્જને સૂચના આપી છે. જેમાં પોતાના વિસ્તારમાં ચાલતા દારૂ, જુગાર સહિતની ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ બંધ કરાવવા જણાવ્યું છે. દારૂ, જુગાર સહિતની પ્રવૃત્તિઓ પોતાના વિસ્તારમાં ચાલે નહીં તેની તકેદારી રાખવા પરિપત્ર કર્યો છે. બેજવાબદાર કર્મચારી અને અધિકારી વિરૂદ્ધ પગલાં ભરવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
PCBની ટીમને પણ વધુમાં વધુ રેડ કરવાની સૂચના આપી છે. પરિપત્રમાં શહેરના પોલીસના અધિકારીઓ અસામાજિક પ્રવૃતિઓ ડામવા નિષ્ફળ રહ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર પોલીસની છબી ખરડાઈ રહી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. જેથી તમામ ડીસીપીને તેમના નીચેના એસીપી અને અન્ય અધિકારીઓ પર નજર રાખવા સૂચના અપાઈ છે. તમામ અધિકારીઓને ક્રોસ રેડ કરવાના પણ આદેશ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા અમદાવાદ શહેરમાં smcની એક રાતમાં ૫ રેડ કરવામાં આવી છે જેમાં ખાસ કરી ને દારૂ અને જુગારમાં એક સાથે ૫ કેસ કરવામાં આવ્યા છે. એક સાથે પાંચ કેસ થયા શહેર પોલીસની PCB નિષ્કાળજી છતી થઇ છે. અમદાવાદ શહેરની નિષ્કાળજી અન્ય કોઈએ નહિ પણ ખુદ તેમની પોલીસની એજન્સી એટલે કે, SMCએ જ કરી છે. અમદાવાદ શહેર સોલા, ઓઢવ , વાડજ અને નિકોલમાં દારૂ અને જુગારના ૫ કેસ કરવામાં આવ્યા છે. આ ૫ કેસોમાં ૧૧ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરીને ૧૬ આરોપીઓની ધરપકડ અને ૧૦ આરોપી ફરાર થયા છે.
અમદાવાદ શહેરમાં ૧૨ કલાકમાં SMC એટલે કે, ગુજરાત પોલીસની સ્ટેટ મોનીટરીંગ સેલએ એક સાથે ૫ રેડ કરી દારૂ અને જુગારના કેસ શોધી કાઢ્યા છે. જેમાં અમદાવાદ શહેરના ૪ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં SMCએ મોટી કાયૅવાહી કરી છે. સોલા પોલીસ સ્ટેશમાં હદ વિસ્તારના ચાંદલોડિયા રેલવેના છાપરામાં રેડ કરી ૨૯ લિટર દેશી દારુ સાથે ૮ની ધરપકડ કરી છે. નિકોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના નિકોલ ગામ બહુચર ચાર રસ્તા પાસે મહેશ્વરી સોસાયટીના મકન નં ૫ માંથી ૭૩ બોટલ સાથે ૧ આરોપીની ધરપકડ કરી છે. વાડજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દામોદર ભુવન લક્ષ્મી નારાયણ મંદિર પાસે અને ચાંપાનેર સોસાયટીમાંથી ૪૭૯ બોટલ સાથે ૧ આરોપીની ધરપકડ કરી છે. ઓઢવમાં જીઆઈડીસી પાસે જય કેમિકલ ગેટ નજીક ખુલ્લામાં દેશી દારુના અડ્ડા પર રેડ કરી ૨૩૦ લિટર દેશી દારૂ સહિત ૩ની ધરપકડ કરી છે ત્યારે ઓઢવ સ્મશાન રોડ પાસેના ચામુંડા નગર વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર રેડ કરી ૧૨૫ લીટર દરું સાથે ૩૮ની ધરપકડ કરી છે.
અમદાવાદમાં એક સાથે ૫-૫ રેડ થયા બાદ અમદાવાદ શહેર પોલીસ અને પોલીસ કમિશ્નરના તાબા હેઠળ આવતી PCBની સ્કોડ પર સવાલો ઉભા થઈ રહ્યા છે.
(જી.એન.એસ)