Safeer News

Breaking News from Ahmedabad

Entertainment મનોરંજન

એ.એફ.સી ડાન્સ : અમદાવાદમાં ડાન્સ સ્ટુડિયો દ્વારા “ડાન્સ કા મહાયુદ્ધ” યોજાઈ ગયું

(Rizwan Ambaliya) 

AFC ડાન્સ સ્ટુડિયોમાં યોજાયેલા આ ઓડિશનમાં સમગ્ર ગુજરાતમાંથી તમામ વય જૂથના ૫૦૦થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો.

અમદાવાદ શહેરના રતનાંજલિ સોલિટેરી, પ્રેરણા તીર્થ દેરાસર રોડ, જોધપુર ગામ ખાતે “ડાન્સ કા મહાયુદ્ધ” માટે ગ્રાન્ડ ઓડિશન રાખવામાં આવ્યું હતું. જેનું આયોજન એએફસી ડાન્સ સ્ટુડિયો દ્વારા કરવામાં આવ્યું હતું.

આર્ટિસ્ટ ફીચર કંપની (AFC) દ્વારા આયોજિત “ડાન્સ કા મહાયુદ્ધ” આ શહેર માટે AFC સિટી પાર્ટનર તરીકે જોડાયું હતું. સેટેલાઈટ ખાતે સ્થિત AFC ડાન્સ સ્ટુડિયોમાં યોજાયેલા આ ઓડિશનમાં સમગ્ર ગુજરાતમાંથી તમામ વય જૂથના ૫૦૦થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધાની ફાઈનલ મુંબઇ ખાતે યોજાશે. અહિયાંથી ૧૪ શ્રેષ્ઠ કલાકારોની પસંદગી કરવામાં આવી છે, જેઓ હવે નેશનલ લેવલે પોતાની કલાની ઝલક બતાવશે અને જે જીતશે એને ઘણા બધા ફાયદાઓ પણ મળશે. તેમને નેશનલ લેવલની ઓળખાણ પણ મળશે. આ સાથે કાર્યક્રમમાં જોડાનાર તમામ વ્યક્તિને અભિનંદન.