(Rizwan Ambaliya)
કશીશ રાઠોર માને છે કે, જ્યારે તમે કોઈની જરૂરિયાતો/ઈચ્છા પૂરી કરતી વસ્તુ દાન આપો છો તો તે એક ‘મહાદાન’ બની જાય છે.
ગુજરાતી ફિલ્મોની સુપર સ્ટાર અભિનેત્રી અને ગાયિકા કશીશ રાઠોર છેલ્લા કેટલાય સમયથી કોઈપણ તહેવાર હોય તેમના મનમાં વસતા દિવ્યાંગ બાળકો, વૃદ્ધાશ્રમમાં રહેતા વરિષ્ઠ નાગરિકો, ગરીબ સમુદાયના બાળકો અને જરૂરિયાતમંદ લોકો સાથે દરેક તહેવાર ઉજવી, પ્રેમ, આનંદ અને હાસ્ય વહેચે છે.
કશિશ રાઠોરે હોળીનો તહેવાર સ્વરાલય ધ ક્લબ, હમરાહી ફાઉન્ડેશન અને KR ફેન ક્લબ, Abef teamના સહયોગથી સ્મિત ફાઉંડેશન ખાતે 65 માનસિક દિવ્યાંગ બાળકો સાથે ઉજવી, ગીત-સંગીત, નૃત્ય, રમતો, ફૂલ ફાગ હોળી, ભેટો, રમકડાં, સ્વાદિષ્ટ ખોરાક, મીઠાઈઓ, હોળી સ્પેશિયલ કીટ (ખજુર, ચણા, મમરા, શ્રીફળ) – અને સૌથી અગત્યનું, “પ્રેમ” ભેટ આપી બાળકોના ચહેરા પર સ્મિત લાવ્યા હતા.
કશીશ રાઠોર માને છે કે, દાન ફક્ત એવી વસ્તુઓ આપવાનું નથી જેની તમને જરૂર નથી, જ્યારે તમે કોઈની જરૂરિયાતો/ઈચ્છા પૂરી કરતી વસ્તુ દાન આપો છો તો તે એક ‘મહાદાન’ બની જાય છે. આ ઉજવણી સાથે, KR એ પક્ષીઓ માટે પાણીના કુંડ/વાસણોનું વિતરણ પણ કર્યું હતું.