(Rizwan Ambaliya)
પ. પૂ. આચાર્ય શ્રી રણછોડલાલજી મહોદય શ્રી (આભરનચાર્ય)ની અધ્યક્ષતામાં આચાર્ય શ્રી ગોપીનાથજી 251 વર્ષ શ્રીવાક્પતિ જ્યોતિ રસોત્સવની ઉજવણી થઇ
શહેરના કાલુપુર ખાતે આવેલ ગોસ્વામી હવેલી દોશીવાડાની પોળ મા શ્રી નટવરલાલ પ઼ભુનો ૨૩૦મો પાટોત્સવ નિમિતે કુંન્દકાલાર્પણ સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું હતું. જેમા વાચિકમ (જલશો ટીમ), શાસ્ત્રીય ભરતનાટયમ નૃત્ય (સંધ્યા પુરેચા શિષ્ય વુંદ), દક્ષિણી શાસ્ત્રીય ગાયન (દર્શની મિરાજ ચોક્સી ), શાસ્ત્રીય કુચિપુડી નૃત્ય (નર્તન સંસ્થા), સ્પેનિશ ગિટાર શાસ્ત્રીય ગાયન (અભિષેક વ્યાસ), શાસ્ત્રીય ગાયન (પદ્મશ્રી પં.ઉલ્હાસ કશાલકર), ખ્યાલ ગાયન (રાધિકા વિકાસ પરીખ) જેવા ખ્યાતનામ કલાકારો દ્વારા પર્ફોર્મન્સ કરવામા આવ્યું હતું.
આ કાર્યક્રમમા વિવિધ મહાનુભાવો જોડાયા હતા જેમાં જાગૃતી બેન ઠાકોર (નેશનલ એવોર્ડ વિનર), જયેન્દ્ર સિહ જાદવ (ગુજરાત સાહિત્ય અકાદમી), ડો.સંધયા પુરેચા (ભરત નાટયમ કલાકાર), જોરાવરસિહ જાદવ (ચેરમેન સંગીત નાટય અકાદમી ન્યુ દિલ્હી), જનક ભાઇ ઠક્કર, ડો.પ઼વિણ તોગડીયા (એ.એચ.પી. રાષ્ટ્રીય અધ્યક્ષ), શ્રી બિજોય આંનદ શીવરામ, કવિ શ્રી રાજેન્દ્ર શુક્લા, તારિકા ત્રિપાઠી, કશિષ રાઠોર, ભાગ્યેશ ઝા (નિવૃત આઇએએસ), હાજર રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમમા સહ આયોજક વિશ્વમ આર્ટસ ગવર્મેન્ટ રજીસ્ટર્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી (chairman) વિવેક શાહે સફળતાપૂર્વક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.