અમદાવાદ,તા.૨૬
“A .B .C ટ્રસ્ટ” દ્વારા સૌ-પ્રથમવાર શિક્ષકોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
શહેરના ખાનપુર હૉસ્ટઈન હોટલ ખાતે ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસના રોજ પત્રકારો તથા ટીચરોનું “A.B.C ટ્રસ્ટ” દ્વારા એવોર્ડ તથા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસના રોજ “A.B.C ટ્રસ્ટ“ દ્વારા ચોથો એવોર્ડ સમારંભ રાખવામાં આવ્યો હતો જેમાં ૩૦ સ્કૂલના બેસ્ટ ટીચરો, પ્રથમ આવનાર ૭ રમત ગમતના બાળકોને, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રોને નામાંકિત ડૉકટરો દ્વારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
“A.B.C ટ્રસ્ટ”ના પ્રેસિડેન્ટ મુન્નાભાઈ શેખના જણાવ્યા પ્રમાણે કૂલ ૧૫ સ્કૂલમાંથી ૩૨ નામોની પસંદગી કરવામાં આવી હતી અને ૭ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના પત્રકારોને ટ્રોફી, સનમાન પત્ર, બુકે અને સાલ ઓઢાડીને સન્માનિત કરાયા હતા.
“A .B .C ટ્રસ્ટ” દ્વારા સૌ પ્રથમ વાર શિક્ષકોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. “A.B.C ટ્રસ્ટ”ના વાઇસ પ્રેસિડેન્ટ ફિરોઝભાઇ શેખે આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો હતો અને આવનાર મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
“A. B. C. ટ્રસ્ટ” ઍ 150થી વધારે ફ્રી મૅડીકલ કૅમ્પ કાર્ય છે. “A.B.C. ટ્રસ્ટ”માં ફ્રી મૅડીકલ કૅમ્પૉના કૉઇ પણ જાતનું ડૉનૅશન લૅવામા આવતૃ નથી. “A. B. C. ટ્રસ્ટ” હંમેશા વિના મુલ્યે કેમ્પનું આયોજન કરે છૅ. અનૅ “A.B.C. ટ્રસ્ટ”ના પ્રમુખને આવનાર મહેમાનોએ દુઆ કરી હતી કે, આવનારા સમયમાં તમે વધુમા વધુ મૅડીકલ કેમ્પો કરો અને લોકોને સેવા આપો એવી દુઆ પ્રાર્થના કરવામાં આવી હતી.