Safeer News

Breaking News from Ahmedabad

દેશ મનોરંજન

અલ્લૂ અર્જુનને મળવા થિયેટરમાં મચી નાસભાગ, ૧ મહિલાનું મોત થયું

હૈદરાબાદ,તા.૫

અલ્લુ અર્જુનને જાેઈને ચાહકોમાં તેને મળવા માટે હડકંપ મચી ગયો. બધા જ લોકો અલ્લુ અર્જુનને મળવા માટે દોડધામ કરવા લાગ્યા.

અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા ૨’ રિલીઝ થઈ છે અને સાથે જ એક મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ છે. ફિલ્મના પ્રીમિયર દરમિયાન થિયેટરમાં અલ્લુ અર્જુન પહોંચ્યો હતો. અલ્લુ અર્જુનને મળવા માટે થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી. ભીડને કંટ્રોલ કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો અને આ ઘટનામાં એક મહિલાનું મોત થયું અને ત્રણ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.

આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ‘પુષ્પા ૨’ના સ્ક્રિનિંગ માટે અલ્લુ અર્જુન પણ પહોંચ્યો હતો. અલ્લુ અર્જુનને જાેઈને ચાહકોમાં તેને મળવા માટે હડકંપ મચી ગયો. બધા જ લોકો અલ્લુ અર્જુનને મળવા માટે દોડધામ કરવા લાગ્યા. ભીડને કંટ્રોલ કરવા માટે પોલીસે લાઠી ચાર્જ કરવો પડ્યો હતો. આ નાસભાગમાં એક મહિલાનું મોત થયું છે અને ત્રણ લોકો ઘાયલ થઈ ગયા છે.

સોશિયલ મીડિયા પર એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક બાળક જે ‘પુષ્પા ૨’નું પ્રીમિયર જાેવા આવ્યો હતો તે દોડધામના કારણે બેભાન થઈ ગયો હતો. તેના પરિજનો તેને તેડીને બહાર જતાં જાેવા મળે છે. પોલીસ આ વ્યક્તિની મદદ પણ કરે છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે, બાળકોના પરિજન તેને cpr આપી રહ્યા છે. સામે એવું પણ આવ્યું છે કે, આ બાળકની કન્ડિશન પણ ક્રિટિકલ છે.

‘પુષ્પા ૨’ના પ્રીમિયર દરમિયાન થયેલી નાસભાગમાં એક મહિલાનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલ થયેલા લોકોને પોલીસે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. મૃતક મહિલાની ઓળખ થઈ શકી નથી.

 

(એચ.એસ.એલ)