દરેક અધિકારીઓને તેમના કોટના જમણા લેબલ ઉપર ઉત્તર કોરિયાની કોમ્યુનિષ્ટ પાર્ટીનો વિશેષ લોગો પીનથી લગાડવા હુક્મ કર્યો છે.
પ્યોગ્યાંગ,
દુનિયામાં ઘણા સરમુખત્યારો પોતાની ધૂન પ્રમાણે જનતાને જીવવા ફરજ પાડે છે. વીસમી સદીના બીજા દાયકામાં ઇટાલીના સરમુખત્યાર મુસોલિનીએ તેની ફીથીસ્ટ પાર્ટીના દરેક સભ્યોને પોતાના ફોટાવાળો બિલ્લો રાખવા કહેવડાવ્યું હતું. તેના અધિકારીઓએ કહ્યું હતું કે, તેથી વડાપ્રધાન ખુશ થશે. બધા તેમાં સહમત થયા, બીજાે ઉપાય પણ ન હતો. તેવી જ રીતે ઉત્તર કોરિયાના તાનાશાહના અધિકારીઓએ તેમના નેતાનો તઘલખી હુક્મ જાહેર કરતાં દરેક અધિકારીઓને તેમના કોટના જમણા લેબલ ઉપર ઉત્તર કોરિયાની કોમ્યુનિષ્ટ પાર્ટીનો વિશેષ લોગો પીનથી લગાડવા હુક્મ કર્યો છે. તે ઉપરાંત ઉત્તર કોરિયામાં ધ્વજની લાલ ભૂમિકા ઉપર છાપેલા પ્રમુખ કીમ જાેંગ ઊનના ફોટાવાળો બિલ્લો પણ પહેરવા આદેશ આપી દીધો છે.
રવિવારે અહીં યોજાયેલી મહત્ત્વની મીટીંગમાં આ આદેશ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. તેથી હવે દરેક અધિકારીને તેમના કોટના જમણા લેવલ ઉપર ઉત્તર કોરિયાના શાસક પક્ષ કોરિયન કોમ્યુનિષ્ટ પાર્ટીઓ વિશેષ લોગો પીન અપ કરવાનો રહેશે. તથા ડાબા લેબલ ઉપર ઉત્તર કોરિયાના ધ્વજના લાલ ભાગની વચ્ચે પ્રમુખ કીમ જાેંગ ઊનનો ફોટાવાળો બિલ્લો રાખવો પડશે.
એવું લાગે છે કે, અમેરિકાના ન્યૂયોર્ક બાલ્ટીમાર પાટનગર વૉશિંગ્ટન ડીસી અને દક્ષિણે ચેક ફ્લોરીડાના માયામીને પણ આવરી લે તેવાં ૧૨,૫૦૦ માઇલ સુધી જઇ શકે તેવાં અણુટોચકાંવાળા મિસાઇલ્સ બનાવનાર ઉ.કોરિયાના જાસૂસી ઉપગ્રહને લઇ જવા માટે ઉડાડેલું રોકેટ ફાટી જતાં, હતાશ થયેલા કીમ જાેંગ ઉન આવા નવા નવા તુક્કા ચલાવતા હશે. તે પૈકીનો આ એક તઘલખી હુક્મ છે.
(જી.એન.એસ)