Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદના ન્યૂ વસ્ત્રાલ વિસ્તારમાં લોકોની દયનીય પરિસ્થિતિ સર્જાઇ

અમિત પંડ્યા (વસ્ત્રાલ, અમદાવાદ)

અમદાવાદના પૂર્વમાં આવેલ વસ્ત્રાલ વિસ્તારમાં રિંગ રોડની પૂર્વમાં આવેલ ન્યૂ વસ્ત્રાલ વિસ્તાર ના રહીશો ની થઈ છે કફોડી સ્થિતિ

શહેરના પૂર્વમાં આવેલ વસ્ત્રાલ વિસ્તારમાં છેલ્લા 8 માસથી ચાલી રહેલ ડ્રેનેજ લાઇન અને સ્ટોમ વોટર લાઇનના કારણે ઠેર ઠેર મુખ્ય રોડ ખોદી નાખવામાં આવ્યા છે.  જેનું યોગ્ય રીતે પુરાણ કરવા કોઈ ફરકતું નથી. જેના કારણે વસ્ત્રાલ સ્મશાન ધામથી લઈને માધવ ફાર્મ સુધીનો  રસ્તો ગઈ કાલ પડેલ સામન્ય વરસાદના  કારણે બિસ્માર હાલતમાં થઈ ગયેલ છે.

વસ્ત્રાલ ગામ પોલીસ ચોકી ચાર રસ્તા પર છેલ્લા બાર દિવસથી ખોદીને મૂક્યો છે પરંતુ તેને યોગ્ય રીતે કોઈ પણ પ્રકારનું બેરીકેટિંગ કરવામાં આવ્યું નથી જેથી કરી કોઈ અઘટિત ઘટના બનશે તો જવાબદાર કોણ???

આ અંગે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે લોકોમાં રોષ ફેલાઈ રહ્યો છે.