Safeer News

Breaking News from Ahmedabad

Entertainment મનોરંજન

ગુજરાતી ફિલ્મના પ્રસિદ્ધ રાઈટર્સ કિશોર ઠક્કરનો સન્માન સમારોહ યોજાયો

(Rizwan Ambaliya) 

અમદાવાદ કોમ્ફી હોટલમાં ગુજરાતી ફિલ્મના પ્રસિદ્ધ રાઈટર્સ કિશોર ઠક્કરનો સન્માન સમારોહ યોજાયો હતો. તાજેતરમાં જ કિશોરભાઈ એ 6000 ફિલ્મ સ્ક્રિપ્ટ પુર્ણ કરી એની ખુશીમાં આ સન્માન સમારોહ યોજાયો હતો જેમા ગુજરાતી ફિલ્મ જગતના નામી અનામી કલાકારો તેમજ પ્રોડયુસર ડીરેકટરોએ હાજરી આપી હતી.

તમામ કલાકારોએ તેમનુ પર્ફોમન્સ આપીને પોગ્રામને સુંદર બનાવ્યો હતો તમને જણાવી દઈએ કે, કિશનભાઈને એમની ઉપલબ્ધિ બદલ વર્લ્ડ રેકોર્ડ ભારત ભુષણ તેમજ ગુજરાત સરકાર તરફથી પ્રાઉડ ઓફ ગુજરાત એવોર્ડ પણ મળી ચુકયા છે.

યોજાયેલ આ સમારંભમાં તમામ કલાકારોએ હાજરી આપીને પોગ્રામને ચાર ચાંદ લગાવી દીધા હતા. કિશોરભાઈ ઉતરોતર પ્રગતિ કરતા રહે એવી સીને મીડિયા તરફથી અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ…આ કાર્યક્રમનું મેનેજમેન્ટ સિદ્ધિવિનાયકના ઓનર લૌકિક માંડગે એ કર્યું હતું.