અમદાવાદમાં પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં શેરી ગરબાની રમઝટ જામી સાથે વેશભુષાએ ભારે આકર્ષણ જમાવ્યું
અમિત પંડ્યા
અમદાવાદના પૂર્વના વિસ્તારોમાં નવરાત્રીના શેરી ગરબાની ભારે રમઝટ જામી છે. અબાલ વૃદ્ધ સૌ કોઈ માતાજીની આરાધનાની સાથે માતાજીના ગરબે ઝૂમી નવરાત્રી તહેવારનો ભરપૂર આનંદ માણી રહ્યા છે અને સાથે સાથે વેશભુષાનો કાર્યક્રમ થકી ગરબાના સ્થળે મનોરંજન હાસ્ય અને હળવાશની પળનો લોકો આનંદ માણી રહ્યા છે.
રાત્રિના 9 કલાકે આરતી કરી 10થી 12 વાગ્યા સુધી ગરબાની રમઝટ બોલાવી ત્યારબાદ હળવા નાસ્તા સાથે લોકો સામૂહિક એકતા અને ભાઈચારાની ભાવના સાથે નવરાત્રીની ઉજવણી ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. આવી ભવ્ય ઉજવણીના કારણે આજનું યુવાધન પાર્ટી પ્લોટના આધુનિક ગરબામાં જવાના બદલે પોતાની સોસાયટીના શેરી ગરબા માણી રહી છે. જેને લઈ લોકોની ખુશી બેવડાઈ છે.
નવરાત્રીની પાચમના રોજ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી સિલ્વર 34 બંગલોસમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી જેમાં વેશભુષાનો કાર્યક્રમ અંતર્ગત લોકો વિવિધ વેશભુષા ધારણ કરી ગરબે ઘૂમી રહ્યા હતા. સોસાયટીના અબાલ વૃદ્ધથી લઈ તમામ લોકો વિવિધ વેશ ધારણ કરેલ કોઈ શંકર પાર્વતી બનેલ, તો કોઈ
ચણા વેચી રહ્યા હતા, કોઈ ક્રિકેટર બન્યું, તો કોઈ ખેડૂત બન્યું, સાથે એક 5 યુવાનોએ તો ભારે આકર્ષણ જમાવ્યું કેમ કે, તેઓ મિકિમાઉસના વેશ ધારણ કરેલ સાથે સાથે નાના ભૂલકાઓ પણ પોલીસ, જોકર, કાકા કાકી, ડોકટર, શિક્ષક ,વિદ્યાર્થીના વેશ ધારણ કરી આનંદ માણી રહ્યા હતા.