અમિત પંડ્યા
અમદાવાદ,તા.૧૨
અમદાવાદના ઘોડાસર અને ભાડવાત નગરના બે અને સ્મૃતિમંદિર પાસે રહેતા ચાર યુવાનો તેમજ મેહમદાવાદમા રહેતો યુવક સહિત ચારના કેદારનાથ રુદ્રપ્રયાગ નજીક જામતારાના તરસાલી ગામ પાસે ભુસ્ખલન થતા કારને અકસ્માત નડ્યો હતો જેમાં ચાર યુવકોના કરુણ મોત નીપજ્યા છે.
ઘોડાસરમાં ન્યુ આરતી સોસાયટીમાં કુશલ સુથાર ૩૫ વર્ષ કે જેનો આજે જન્મદિવસ પણ છે તેની સાથે ભાડવાત નગરનો જીગર મોદી અને સ્મૃતિમંદિર પાસે રહેતો મહેશ દેસાઈ હોવાનું બહાર આવ્યું છે. જ્યારે મહેમદાવાદના દિવ્યેશ પારેખ હોવાનું બહાર આવ્યું છે. ચારે યુવકો પાંચ દિવસથી ચારધામની યાત્રા કરવા બાયરોડ કારમાં ગયા હતા.
મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટ તેમજ રોડ બિલ્ડીંગ કમિટિના નાયબ ચેરમેન શંકર ચૌધરી સાથે AMTS કમિટિના શાર્દુલ દેસાઈ સહિતના અગ્રણીઓ ઘોડાસરના શોકાતુર પરિજનોને સાંત્વના પાઠવવા આવ્યા હતા. જયારે તમામ શબોના પોસ્ટમોર્ટમ થઈ ગયા બાદ શબોને લાવવા માટે મણિનગરના ધારાસભ્યએ ગુજરાત સરકારની મદદથી ઉત્તરાખંડ સરકાર સાથે સંકલન કરી હવાઈ માર્ગે અથવા અન્ય રીતે લાવવા વ્યવસ્થામાં જોતરાયા છે.