Safeer News

Breaking News from Ahmedabad

દેશ

Zomato બોયે છોકરીને બળજબરીથી કિસ કરી, યુવતીની ફરિયાદના આધારે ધરપકડ

પુણે,તા.૨૦

મહારાષ્ટ્રના પુણેમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં ૪૨ વર્ષના ઝોમેટો ડિલિવરી બોયએ ૧૯ વર્ષની છોકરીને બળજબરીથી કિસ કરી હતી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપી ડિલિવરી બોય રઈશ શેખની ધરપકડ કરી. મામલો યેવલેવાડી વિસ્તારની નિયુક્ત સોસાયટીનો છે. આ અંગે કોંઢવા પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસને આપેલી ફરિયાદમાં યુવતીએ જણાવ્યું કે તે એન્જીનીયરીંગની વિદ્યાર્થીની છે અને કોંધવાની એક કોલેજમાં અભ્યાસ કરે છે. ૧૭ સપ્ટેમ્બરની રાત્રે લગભગ ૯ઃ૩૦ વાગ્યે તેણે ઝોમેતો (Zomato) પરથી ફૂડનો ઓર્ડર આપ્યો હતો. ડિલિવરી બોય ખોરાક લઈને તેના એપાર્ટમેન્ટમાં પહોંચ્યો કે તરત તેણે છોકરી પાસે પીવા માટે પાણી માંગ્યું. યુવતીએ જણાવ્યું કે જેવી તે પાણી લાવી તેણે તેને પરિવારના સભ્યો વિશે પૂછવાનું શરૂ કર્યું. જ્યારે યુવતીએ જણાવ્યું કે તે તેના બે મિત્રો સાથે ફ્લેટમાં રહે છે, જેઓ તે સમયે પોતપોતાના ઘરે ગયા હતા. ડિલિવરી બોયને ખબર પડી કે આ સમયે છોકરી એકલી છે, તેણે ફરીથી છોકરી પાસેથી પાણીનો બીજાે ગ્લાસ માંગ્યો. પરંતુ આ વખતે જેવી છોકરી પાણી લેવા માટે વળી કે તરત જ ઝોમેતો બોયએ તેને પાછળથી પકડી લીધી અને તેના ગાલ પર બે વાર ચુંબન કર્યું. કિસ કર્યા પછી ઝોમેટો બોય ત્યાંથી નીકળી ગયો. તેણે એમ પણ કહ્યું કે તે તેના કાકા જેવો છે. જાે તેણીને કોઈપણ પ્રકારની મદદની જરૂર હોય, તો તે નિઃસંકોચ તેની સાથે વાત કરી શકે છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *