મુંબઇ,તા.૨૩
મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના ‘લેટર બોમ્બ’એ મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે. આ બધાની વચ્ચે પરમબીર સિંહે સોમવારના રોજ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા જ્યાં તેમણે અનિલ દેશમુખ પર લાગેલા આરોપોની તપાસ સીબીઆઈને કરાવાને લઇ એક અરજી દાખલ કરી છે.
પરમબીરના આ પગલાં બાદ હવે શિવસેના નેતા સંજય રાઉતે ભાજપ પર નિશાન સાંધ્યું છે. સાથો સાથ તેમણે સુપ્રીમ કોર્ટની કાર્યપ્રણાલી પર પણ પ્રશ્ન ઉભા કરી દીધા છે. રાઉતે કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટ ગયા છે તે સારી વાત છે. સુપ્રીમ કોર્ટમાં કોઇને ન્યાય મળ્યો નહીં અને ત્યાં દબાણમાં કામ કરાય છે. આ હું નથી કહી રહ્યો રંજન ગોગોઇએ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે સોમવારના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને આ કેસમાં સીએમ ઉદ્ધવ ઠાકરેને લઇ એનસીપી ચીફ શરદ પવાર પર નિશાન સાંધ્યું હતું. તેમણે ૧૦૦ કરોડના એ વસૂલી કાંડની પાછળ મોટા નેતાઓની રજામંદીની તરફ ઇશારો કર્યો હતો.