Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

વિદ્યાર્થીઓએ દુધ અસલી છે કે નકલી તેની પરખ કરતા શીખવ્યું

ભાવનગર,તા.૨૮

અસલી દૂધમાં કોઈ કલર ફેરફાર થતો નથી. આ સંશોધનથી દૂધમાં મિલાવટ છે કે નહીં તે આસાનીથી ખબર પડી જશે.

ભાવનગર સહિત રાજ્યભરમાં વિવિધ સ્થળોએથી જ્યારે દૂધમાં ભેળસેળ થતી હોવાના સમાચારો વખતોવખત અખબારમાં ચમકતા રહે છે ત્યારે જ્ઞાનમંજરી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દૂધમાં ભેળસેળ દર્શાવતી આ સરળ પદ્ધતિ શોધવાથી ઘરબેઠા લોકો દૂધ શુદ્ધ છે કે અશુદ્ધ તેનું આસાનીથી પરિક્ષણ કરી શકશે. જે માટે માત્ર એક સોલ્યુશનની જરૂર પડશે. જેના દ્વારા ખબર પડી જશે કે દૂધમાં મિલાવટ કરવામાં આવી છે કે નહીં.

ભાવનગર ખાતે જ્ઞાનમંજરી ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓએ દૈનિક ઘર વપરાશમાં આવતું દૂધ અસલી છે કે નકલી તે જાણવા માટે એક આસાન સરળ પદ્ધતિ શોધી કાઢી છે. જેના આયોડીનનું એક એવું સોલ્યુશન બનાવવામાં આવેલ જેનું એક જ ટીપુ દૂધમાં ઉમેરી મિકસ કરવાથી દૂધ બ્લૂ કે ઓછો ભૂરો કલર પકડે તો તે નકલી દૂધ હોવાની પૂરેપુરી સંભાવના છે. અસલી દૂધમાં કોઈ કલર ફેરફાર થતો નથી. આ સંશોધનથી દૂધમાં મિલાવટ છે કે નહીં તે આસાનીથી ખબર પડી જશે.

આજકાલ લગભગ મોટાભાગની ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ, મિલાવટ, અસલ-નકલ જાેવા મળે છે. ફૂડ અને ડ્રગ ખાતુ આવા ખાદ્ય પદાર્થોના નમૂના પણ માર્કેટમાંથી સમયાંતરે અને ખાસ કરીને તહેવારો દરમ્યાન લેતા હોય છે અને નકલી ખાદ્ય પદાર્થોના કૌંભાંડો દિન પ્રતિદિન અખબારોમાં આવતા હોય છે. પરંતુ રોજેરોજ વપરાતું દૂધમાં આવા પરીક્ષણની તાતી જરૂરિયાત હતી જે જ્ઞાનમંજરી ફાર્મસી કોલેજના વિદ્યાર્થીનીઓ ભટ્ટ માનસી અને ગાંધી ભૈરવીએ આ ક્ષેત્રે સંશોધન કરીને એક અનોખી પદ્ધતિ કે જેમાં હવે સામાન્ય જનતા ઘરે પણ દૂધનું અસલી કે નકલી હોવું તે આસાનીથી ચકાસી શકે તેવી સરળ પદ્ધતિ વિકસાવી છે.

હાલ જ્યારે બજારમાં નકલી અને ખાસ કરીને દૂધ જેવી ચીજમાં નકલીની પરખ કરવી મુશ્કેલ કરવી થઇ છે ત્યારે વિદ્યાર્થીઓને આવી સરળ અને ચોક્કસ પદ્ધતિના વિકાસ બદલ અને રોજે રોજ વપરાતી દૂધ જેવી જીવન જરૂરી ખાદ્યસામગ્રીની નકલી અસલી પરખ કેળવવા માટે પદ્ધતિ વિકસાવી છે તેમ જ્ઞાન મંજરી સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. એચ. એમ. નિમ્બાર્કે જણાવ્યું હતુ.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *