Safeer News

Breaking News from Ahmedabad

દેશ

10 પાસ યુવાઓ માટે BSFમાં નોકરી, 81 હજાર સુધી મળશે પગાર

બીએસએફના 1312 પદો પર ભરતી, 19 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે

BSFમાં જવાનું સ્વપ્ન જોઇ રહેલા યુવાઓને હેડ કોન્સ્ટેબલ બનવાની સારી તક સામે આવી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ 1312 પદો માટે ભરતી બહાર પાડી છે, જેની માટે 10મું ધોરણ પાસ કરી ચુકેલા કેન્ડિડેટ્સ BSFની ઓફિશિયલ વેબસાઇટ bsf.gov.in પર જઇને 19 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકે છે. કેન્ડિડેન્ટનું સિલેક્શન રિટન ટેસ્ટ, ફિઝિકલ ટેસ્ટના આધાર પર થશે. BSFમાં આ ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારોને સાતમા પગાર પંચ મુજબ 81 હજાર સુધીનો પગાર મળી શકશે.

યોગ્યતા

હેડ કોન્સ્ટેબલ (રેડિયો ઓપરેટર)ના પદ પર અરજી કરનારા કેન્ડિડેટ પાસે કોઇ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ધોરણ 10 પાસ અને રેડિયો અને ટેલીવિજન, ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ડેટા પ્રીપરેશન અને કોમ્પ્યૂટર સોફ્ટવેર, જનરલ ઇલેક્ટ્રોનિક્સ, ડેટા એન્ટ્રી ઓપરેટરમાં 2 વર્ષ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇંસ્ટીટ્યૂટ (ITI) અથવા 12મું ધોરણ PCM સાથે 60% માર્ક્સ સાથે પાસ હોવુ જરૂરી છે.

હેડ કોન્સ્ટેબલ (રેડિયો મિકેનિક)ના પદ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઇ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 પાસ કે રેડિયો અને ટેલીવિઝન, જનરલ ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યૂટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ડેટા પ્રિપેશન અને કોમ્પ્યૂટર સોફ્ટવેર, ઇલેક્ટ્રોનિક્સ, ફિટ અથવા ઇન્ફો ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ મેન્ટેનન્સ, કોમન ઇક્વિપમેન્ટ મેન્ટેનન્સ, કોમ્પ્યૂટર હાર્ડવેયરમાં 2 વર્ષનો આઇટીઆઇ સર્ટિફિકેટ સાથે કોઇ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી નેટવર્ક ટેકનિશિયન, મેક્ટ્રોનિક્સ, ડેટા એન્ટ્રી ઓપરેટર અથવા 12માં ધોરણ PCM 60% સાથે પાસ હોવુ જરૂરી છે.

વય મર્યાદા

જનરલ કેટેગરી માટે 18થી 25 વર્ષ
અનામત શ્રેણીના ઉમેદવારો માટે નિયમ અનુસાર છૂટ મળશે

પગાર ધોરણ

બીએસએફના 1312 પદો પર સિલેક્ટ થયા બાદ કેન્ડિડેટને સાતમા પગાર ધોરણ 25500-81100 રૂપિયા લેવલ-4ના આધાર પર પગાર મળશે. જેની હેઠળ ઇનહેન્ડ સેલેરી 45,800 રૂપિયા મળશે.

સિલેક્શન પ્રોસેસ

કેન્ડિડેટ્સનું સિલેક્શન રિટન ટેસ્ટ, ફિઝિકલ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ, ડૉક્યૂમેન્ટ વેરિફીકેશન બાદ મેરિટના આધારે કરવામાં આવશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *