ચીનમાં ચોકાવનારો કિસ્સો બહાર આવ્યો.
ડોક્ટરોએ જણાવ્યું કે તેના યૂરિનમાંથી જે લોહી આવી રહ્યું હતું તે માસિક-ધર્મના કારણે હતું.
તે વ્યક્તિ પાસે પુરૂષ અને મહિલા, બંનેના પ્રજનન અંગ હતા તેને ઇન્ટરસેક્સ કહે છે.
ચીન,
ચીનના ૩૩ વર્ષના આ યુવકની ઓળખ સાર્વજનિક કરવામાં આવી નથી. યૂરિનમાં ઘણા વર્ષોથી આવી રહેલી સમસ્યાને ડોક્ટરોએ એક સર્જરી દ્વારા દૂર કરી. આ યુવક ૨૦ વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહ્યો હતો. પરંતુ સતત ઘણા દિવસો સુધી દુખાવો દુર થયો ન હતો અને બ્લીડિંગ પણ વધુ થયું તો ડોક્ટરોએ મેડિકલ ચેકઅપ કર્યા બાદ તેને જણાવ્યું કે બાયોલોજિકલ રીતે તે પુરૂષ નહી મહિલા છે.
ડોક્ટરોએ જણાવ્યું કે તેના યૂરિનમાંથી જે લોહી આવી રહ્યું હતું તે માસિક-ધર્મના કારણે હતું. તેના શરીરમાં મહિલાઓના પ્રજનન અંગ પણ હતા જેમાં ગર્ભાશય અને અંડાશય પણ સામેલ હતા. યુવકે ડોક્ટરોને કહ્યું કે તેના શરીરમાં હાજર મહિલાઓવાળા અંગ હટાવી દેવામાં આવ્યા. ત્યારબાદ ઓપરેશનમાં તેને પોતાની સમસ્યાનું સ્થાયી સમાધાન મળી શકે. મેડિકલ ટેસ્ટમાં બધુ સ્પષ્ટ થયા બાદ આ યુવકને ઇન્ટરસેક્સ જાહેર કરવામાં આવ્યા.
અત્રે ઉલ્લેખનીય છે કે, તે વ્યક્તિ પાસે પુરૂષ અને મહિલા, બંનેના પ્રજનન અંગ હતા તેને ઇન્ટરસેક્સ કહે છે. ચીનમાં એક યુવકની સાથે આશ્વર્યજનક મામલો સામે આવ્યો છે. જાેકે તેને પોતાના વિશે એવી સચ્ચાઇ ખબર પડી છે કે તેના હોશ ઉડી ગયા. પેટમાં દુખાવો અને મોટાભાગે યૂરિનમાં લોહી આવવાની આ સમસ્યાને તે સામાન્ય ઇંફેક્શન સમજી રહ્યો હતો. જાેકે કોઇ સંક્રમણ નહી પરંતુ પીરિયડ્સનો દુખાવો અને તે સ્થિતિમાં સામે આવનાર ઘટનાક્રમ થતો હતો.