ઓડિશા,
ઓડિશામાં આવતા મહિને થનારી ત્રિ-સ્તરીય પંચાયતની ચૂંટણીઓ પહેલા, દરિયાકાંઠાના ભદ્રક જિલ્લાના એક ગામના મતદારોની તમામ ઉમેદવારોની વિચિત્ર માંગ છે. મતદારોની માંગ છે કે વાંદરાઓને ભગાડવામાં આવે નહીંતર તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે.
ભદ્રક જિલ્લાના તલપાડા ગ્રામ પંચાયતના ગોપગદાધરપુર ગામમાં છેલ્લા બે મહિનામાં સિમિયન (એક પ્રકારનો વાંદરો)ના હુમલામાં લગભગ એક ડઝન લોકો ઘાયલ થયા છે. આ વાંદરાઓના હુમલાથી ઘાયલ થયેલા ઘણા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ગ્રામજનોના જણાવ્યા અનુસાર ૩૦ વાંદરાઓનું એક જૂથ સતત ગ્રામીણો પર હુમલો કરી રહ્યું છે. વાંદરાના હુમલાથી નારાજ ગ્રામજનોએ હવે આવતા મહિને યોજાનારી પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો ર્નિણય લીધો છે. જિલ્લા પરિષદના સભ્ય ચિંતામણિ દાસ તિહિડી પંચાયત સમિતિના સભ્યપદ માટે ચૂંટણી લડી રહ્યા છે. ચિંતામણિ દાસનું કહેવું છે કે અહીંના લોકો ઇચ્છે છે કે તેમને વાંદરાઓથી મુક્તિ અપાવવાનું નક્કર આશ્વાસન મળે, નહીં તો તેઓ મત નહીં આપે. તેમણે કહ્યું કે પહેલા વાંદરાઓ શાકભાજી કે ફળ ખાતા હતા, પરંતુ છેલ્લા બે મહિનામાં તેઓ ખૂબ હિંસક બની ગયા છે. એક મહિલાને આ વાંદરાઓએ પકડીને તેના ખભા પર બચકું ભર્યું હતું. જે બાદ તે ઘણા અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દાખલ હતી. તે જ સમયે, તિહાડી પંચાયતના ભૂતપૂર્વ સભ્ય હરિશ્ચંદ્ર મિશ્રા કહે છે કે વાંદરાઓના કારણે લોકો માટે રસ્તા પર ચાલવું મુશ્કેલ થઈ ગયું છે, કારણ કે વાંદરાઓ તેમનો પીછો કરવા લાગે છે. તેમણે કહ્યું કે ‘અમે નસીબદાર છીએ કે શાળાઓ બંધ છે અને બાળકો સુરક્ષિત છે, નહીંતર આ ખતરનાક વાંદરાએ બાળકો પર પણ હુમલો કર્યો હોત. અમે ઈચ્છીએ છીએ કે કોઈપણ સભ્ય અમને નક્કર ખાતરી આપે કે તેઓ અમને વાંદરાઓથી મુક્તિ અપાવશે, નહીં તો અમે અમારા મતનો ઉપયોગ કરીશું નહીં. વાંદરાઓ રસોડામાંથી ફળો અને શાકભાજી પણ લઈ જાય છે.