ઇ કોમર્સ સાઇટ એમેઝોનને તેની ભૂલને કારણે મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર એમેઝોને 96700ની કિંમતનો 5 સ્ટાર એસી 5900માં વેચવા મુક્યો જેના પગલે લોકો મોટા પ્રમાણમાં એસીની ખરીદી કરવા લાગ્યા અને લોકોમાં 5900માં એસી ખરીદવા માટે હરીફાઇ જામી ગઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ AC તોશીબાનો 5 સ્ટાર એસી હતો જેની કિંમત 96700 છે પરંતુ એમોઝોને ભૂલથી આ એસી 5900માં વેચવા મુકી દીધો હતો જેના કારણે આ એસી લોકોને 94 ટકા ડીસસ્કાઉન્ટ સાથે મળ્યો હતો. જ્યારે કંપનીને પોતાની ભૂલ સમઝાઇ ત્યારે ઘણા લોકોએ ઘણા એસી બુક કરાવી દીધા હતા અને કંપનીને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પરંતુ કંપનીને પોતાની ભૂલ સમઝાતા ફરી કંપનીએ આ એસી તેની ઓરીજનલ પ્રાઇઝ 96700 પર વેચવા મુક્યો છે.
કંપનીની આ ભૂલના કારણે કંપનીને કેટલો નુકસાન થયો છે અને કેટલા એસી બુક થયા છે તે માહિતી અત્યાર સુધી જાણી શકાઇ નથી