(Rizwan Ambaliya)
જોરદાર ગુજરાતી સસ્પેન્સ ફિલ્મ “સરપ્રાઈઝ”નો પ્રીમિયર બુધવારે pvr ખાતે યોજાઈ ગયો.
“સરપ્રાઈઝ” ફિલ્મ નામમાં જ સસ્પેન્સ અને ઝાટકો આપવા માટે પરફેક્ટ છે. પળે પળે તમને સરપ્રાઈઝ આપ્યા જ કરે છે .. તમને બોલીવુડ ફિલ્મના ડિરેક્ટર અબ્બાસ મસ્તાન યાદ આવ્યા વગર નહીં રહે…બે ડિરેક્ટર ભેગા મળીને જે સસ્પેન્સ ફિલ્મો આપી છે. એનાથી પણ ચડિયાતી એક જ ડિરેક્ટરની આ ગુજરાતી ફિલ્મ છે સ્ટોરીનુ લેખન મૌલિન પરમાર એ કર્યું હતું. સાચા અર્થમાં આ ફિલ્મનો હીરો તેની વાર્તા અને દિગ્દર્શક સચિન બ્રહ્મભટ્ટ છે. બંનેને ખૂબ ખૂબ અભિનંદન! તથા એક એક્સ્ટ્રા અભિનંદન ફિલ્મના એડિટરને…
Gujarati Film Review Jayesh Vora
આ પ્રકારની ફિલ્મ બનાવવા માટે નિર્માતા સની દેસાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન!
ફિલ્મના ત્રણ મુખ્ય પાત્રો વત્સલ શેઠ, હેલી શાહ અને જહાનવી ત્રણે આખી ફિલ્મને પોતાની બનાવવામાં ખરેખર ખૂબ જ ફાળો છે, ત્રણેય કલાકાર ખૂબ અનુભવી હોવાનું પુરવાર કરે છે. ફિલ્મ ક્યાંય કંટાળાની જગ્યા આપતી નથી, તેનું કારણ દિગ્દર્શક વાર્તા અને આ ત્રણેય કલાકારો છે . ખાસ કરીને જહાનવી ચૌહાણ કે, જેણે પહેલી ફિલ્મમાં પોતાનું ગ્લેમર બતાવવામાં સફળ અને સ્ટોરીને અનુરૂપ લાગે છે, જાનવી અને આજે એનો નવો અવતાર અને અભિનય ખરેખર કાબીલે તારીફ છે, દિલથી ખૂબ ખુશી થઈ. આગળ નવા નવા રોલમાં માણતા રહીએ.
બીજું મુખ્ય પાત્ર વત્સલ શેઠ… પહેલી ગુજરાતી ફિલ્મ હોવા છતાં. શ્રેષ્ઠ પુરવાર કર્યું છે. અલગ અલગ અનેક રોલમાં જોરદાર અભિનય સાથે છ અલગ અલગ પાત્રોનું વોઈસ કોમ્બિનેશન જબરજસ્ત આપ્યું છે.
ત્રીજો મુખ્ય પાત્ર હેલી શાહ…ગુજરાતી ફિલ્મ એમની પહેલી છે પણ અનુભવી કલાકાર તો છે જ. એટલે એમના વિશે પરફેક્ટ સિવાય કશું રહેતું નથી. ખાસ અમદાવાદના અને મણીનગરના એમના ફાધર મારા ખાસ મિત્ર હોવાના સાથે ખુબ ખુબ અભિનંદન તેમજ આશીર્વાદ…
બાકી કલાકારોમાં ચિરાગ ભટ્ટ (ડોગી), જય પંડ્યા, જયેન્દ્રસિંહ સોલંકી અને મહેમાન ભૂમિકામાં છેલ્લે દેખાતો, અંશુલ ત્રિવેદી બધાજ પોતાના પાત્રને ન્યાય આપે છે. ખાસ ચિરાગ ડોગીને અભિનંદન કે, એની સ્ટાઈલ અને પર્સનાલિટીએ ડોનના પાત્રને પરફેક્ટ બનાવ્યું છે.
ફિલ્મની વાર્તા વિશે કંઈ પણ લખીએ તો ફિલ્મ જોવાની મજા નહિ આવે. ફિલ્મ ધ્યાનથી જોજો છ ઝટકા આવશે અને ક્લાઈમેકસ પૂરું થયા પછી પણ ઘર નહી આવે ત્યાં સુધી ફિલ્મ વિશે વિચાર્યા કરશો એની ગેરંટી, કદાચ બે ત્રણ વાર જુઓ પછી સસ્પેન્સ ખ્યાલ આવે, પણ જકડી રાખે એવી આ ફિલ્મ છે. ફિલ્મના અંતે, વાર્તા પૂરી થયા પછી આવતું ગીત, પણ ચાર ચાંદ લગાવે છે. હમણાં બોલીવુડમાં આ સ્ટાઈલ ચાલી રહી છે કે, ગીતની જરૂરિયાત સ્ટોરીમાં ના હોય તો લાસ્ટમાં આવું કંઈક રાખો.
ટેકનિકલ બ્રેક ગ્રાઉંડ મ્યુઝિક બધી રીતે પરફેક્ટ પરફેક્ટ પરફેક્ટ મનોરંજન ફિલ્મ છે. આ ફિલ્મ માઉથ પબ્લિસિટીથી ચાલશે. માટે આપણી ગુજરાતી તરીકેની આ જવાબદારી છે. આખી ટીમને ખુબ ખુબ અભિનંદન..! મજાની ફિલ્મ, સસ્પેન્ડ પકડી રાખે તેવું છે. ગુજરાતીઓ જોઈ આવો ફિલ્મ, મજા પડશે.
મીડિયા પી આર તરીકે સેતુ મીડિયા એ જવાબદારી નિભાવી હતી.