Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

ગુજરાતી સિનેમાને નવો દિશાસૂચક વળાંક આપતી ફિલ્મ ‘મહેક’

(Rizwan Ambaliya) 

ફિલ્મનું શૂટિંગ ઉત્તરાખંડના શોભાયમાન દ્રશ્યો વચ્ચે તેમજ ગુજરાતના હૃદય સમાન અમદાવાદ શહેરમાં થવાનું છે.

નિર્દેશક અને નિર્માતા આસિફ સિલાવટ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે શૈલી બદલાવનારી ફિલ્મ ‘મહેક’ રજૂ કરી રહ્યા છે. “ગુજરાતી ફિલ્મ એટલે હંમેશા કોમેડી હોવી જોઈએ” જેવી પરંપરાગત ધારણાને પડકાર આપતા, તેઓ ડાર્ક અને ક્રાઇમ થ્રિલર શૈલીને મુખ્ય પ્રવાહના સિનેમામાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ ક્રાઇમ થ્રિલર ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં નજર આવશે સપના વ્યાસ, ઉત્સવ નાયક, નૈસર્ગ મિસ્ત્રી અને બંસી રાજપૂત, પ્રિન્સ લિમ્બાડિયા, મોહિત શર્મા અને બંસી રાજપૂત આ ફિલ્મનું કાસ્ટીંગ લૌકિક માંડગે દ્વારા કરવામાં આવેલ છે.

આ શિયાળામાં, ‘મહેક’ એક નવી પેઢીનું અને નવો વિચાર લાવતું સિનેમેટિક અનુભવ બનીને તમારા નજીકના થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે.

આ કાર્યક્રમ ટાફ ગ્રુપના નેજા હેઠળ અમદાવાદ બોપલના રામોદી બેન્કવેટમાં યોજાયો હતો, અહીં ફિલ્મના જે ખરા દર્શકો છે એમની વચ્ચે ફિલ્મનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, રામોદી બેન્કવેટમાં ભોજન માટે આવેલા લોકોએ પણ આ ઇવેન્ટનો લાભ લીધો હતો.  આ ઇવેન્ટમાં ભોજન શહેરના જાણીતા “કેટરર્સ પૃથ્વી લક્ઝરી કેટરર્સ”ના સૌજન્યથી હતું. ગુજરાતી ફિલ્મ “મહેક”ના માર્કેટિંગ હેડ તરીકે તન્મય શેઠ જવાબદારી નિભાવી રહ્યા છે.